અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કેનેડાથી ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ

  • સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત મેગા ઓપેરેશન
  • અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 50 લાખની કિંમતનું ઝડપી પાડ્યું ડ્રગ્સ
  • કેનેડાથી ઓપરેટ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના રેકેટનો થયો પર્દાફાશ
  • 2018માં પંજાબ પોલીસે પણ કેનેડાથી મોકલાયેલો જથ્થો પકડી પાડ્યો હતો

અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ સેલ અને કસ્ટમ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપેરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં સાયબર ક્રાઈમ સેલની તપાસમાં પ્રથમવાર ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમ સેલે કેનેડાથી ઓપરેટ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડાર્ક વેબ દ્વારા ચાલતા ડ્રેગ રેકેટમાં પાર્ટીઓમાં ડ્રગ્સ ઓનલાઈન મંગાવવામાં આવતું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 50 લાખની કિંમતની આવી ડ્રગ્સની દવાઓ જપ્ત કરવામાં આવી હતી.

ડ્રગ્સ પેડલરોની ચોકાવનારી મોડસ ઓપરેન્ડી

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં પાર્ટીઓમાં ઓનલાઈન ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં કેનેડા અને અમેરિકામાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દેશના અલગ-અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપાયું છે. ડ્રગ્સ પેડલરો પુસ્તકના પાનાને દવાઓમાં પલાળીને રાખતા હતા અને પુસ્તક તેના સ્થાને પહોંચાડ્યા પછી પાનાને પીસીને દવાઓ તૈયાર કરતા હતા. આ પુસ્તકોને કેનેડા અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીઓ મારફતે માંગવામાં આવતા હતા, જેનું પેમેન્ટ ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કરવામાં આવતું હતું. આ ડ્રગ્સયુક્ત પુસ્તકોના પાના કાપીને ઉપયોગમાં લેવાતા હોવાનો ખુલાસો થયો છે.

પાર્ટીઓમાં ઓનલાઇન ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

અમદાવાદ સહીત રાજ્યભરમાં ડ્રગ્સ જંગી માત્રામાં વેચાણ વધી રહ્યું છે અને સ્મગલિંગ થઇ રહ્યું છે. જેને પગલે સાયબર ક્રાઈમ, પોલીસ સતત આવા દુષણોને ડામવા માટે જહેમત ઉઠાવી રહી છે. ત્યારે પાર્ટીઓમાં ઓનલાઇન ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે પુસ્તકો અને રમકડાંનો આવો ડ્રગ્સયુક્ત જંગી જથ્થો જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં ડ્રગ પેડલર અને ખરીદનાર બંનેને પણ શોધી કાઢવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ, સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ 2018માં પણ આવા જ એક રેકેટનો પંજાબમાં પર્દાફાશ થયો હતો. પંજાબ પોલીસે જૂન 2028માં આવી જ રીતે કેનેડાથી આવેલા નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડ્યો હતો.

 

આ પણ વાંચો: દિલ્હીમાં NIAનો દરોડા, ISISના ત્રણ ઈનામી આતંકીઓની શોધખોળ

Back to top button