ગુજરાતટોપ ન્યૂઝ

વિમાનના ભોજનમાંથી વંદો નીકળતાં ગ્રાહકે રૂપિયા 90 લાખનું વળતર માગ્યું

  • મુંબઈથી બેંગકોક વિસ્તારા એરલાઇન્સ મારફત ગયા
  • વંદોનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ
  • એરલાઇન કંપનીએ પેસેન્જરને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો

અમદાવાદના બહેરામપુરામાં રહેતા નિકુલ સોલંકીએ ટાટાની વિસ્તારા ફ્લાઇટના ફૂડમાંથી વંદો નીકળતાં રૂપિયા 90 લાખનું વળતર માગ્યું છે. જેમાં ફ્લાઇટના ફૂડ પેકેટમાંથી વંદો નિકળતા કંપનીએ કહ્યું કે આદુનો ટુકડો હતો.

 

આ પણ વાંચો: ગુજરાત: ડિસેમ્બરમાં દરેક કંપનીઓના વાહનોનું વેચાણ ઘટયું, જાણો કેટલો થયો ઘટાડો

મુંબઈથી બેંગકોક વિસ્તારા એરલાઇન્સ મારફત ગયા

શહેરના બહેરામપુરામાં રહેતા નિકુલ સોલંકી અને તેમનાં પત્ની મનીષા સોલંકી વર્ષ 2022માં મુંબઈથી બેંગકોક વિસ્તારા એરલાઇન્સ મારફત ગયા હતાં. આ ફ્લાઈટ મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસથી બેંગકોક જઈ રહી હતી. બંને પતિ-પત્નીની ઇકોનોમી કલાસની ટિકિટ હતી, જેની કુલ કિંમત 44,878 રૂપિયા હતી. આ ટિકિટમાં નાસ્તો અને ટી સામેલ હતી. જેમાં નિકુલ સોલંકીને ટાટાની વિસ્તારા ફ્લાઇટમાં ફૂડ આપવામાં આવ્યુ હતુ. જેમાં વંદો નિકળ્યો હતો. ત્યારે ફરિયાદ કરતા ફૂડનું પેકેટ બદલીને બીજું ફૂડ આપવામાં આવ્યું હતુ. જેમાં નિકુલ સોલંકીએ કંપની પાસે રૂપિયા 90 લાખનું વળતર માગ્યું છે.

 

આ પણ વાંચો: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સ્કૂલોમાં રજા રાખવા તમામ શાળા સંચાલકોને પત્ર

ખાદ્યપદાર્થોમાં શૅર કરેલા વંદોનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ

નિકુલ દ્વારા ટ્વીટ કરાયેલ ફોટોમાં ઇડલી સાંભર અને ઉપમા છે. તેણે લખ્યું કે એર વિસ્તારાના ખોરાકમાં એક નાનો વંદો. આ પછી, એર વિસ્તારાના સત્તાવાર હેન્ડલથી તેનો જવાબ આપવામાં આવ્યો. તેમાં લખ્યું હતું, ‘હેલો નિકુલ, અમારું આખું ભોજન ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવે છે. કૃપા કરીને અમને તમારી ફ્લાઇટની વિગતોનો સંદેશ આપો. અમે આ બાબતની તપાસ કરીશું અને ત્યાર બાદ શક્ય તેટલી વહેલી તકે તમને જવાબ આપીશું. કંપનીના જવાબ પર પેસેન્જરે કોમેન્ટમાં પોતાની પ્લેનની ટિકિટ શેર કરી, જેના પર તેની વિગતો લખેલી હતી. હાલમાં, એરલાઇન કંપનીએ પેસેન્જરને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલાની તપાસની વાત કરી છે. સોશિયલ મીડિયા પર લોકો આ મામલે અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રવાસીએ ખાદ્યપદાર્થોમાં શૅર કરેલા વંદોનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Back to top button