ટ્રેન્ડિંગધર્મવર્લ્ડ

ક્રૂર પાદરીએ ધર્મના નામે છોકરીઓ-મહિલાઓનું શોષણ કરવા માટે તમામ હદો વટાવી !

  • કેસની તપાસ દરમિયાન ચર્ચમાં બળજબરીથી ગર્ભપાત કરવામાં આવ્યું હોવાના પુરાવાઓ મળ્યા
  • પાદરીએ સિનાગોગ ચર્ચ ઓફ ઓલ નેશન્સની સ્થાપના કરી 20 વર્ષ સુધી અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કર્યો  

નવી દિલ્હી , 10 જાન્યુઆરી : નાઇજીરીયાના સ્વર્ગસ્થ ટી.બી. જોશુઆ કે જેણે સિનાગોગ ચર્ચ ઓફ ઓલ નેશન્સ (Synagogue Church of all Nations)ની સ્થાપના કરી અને તેણે કથિત રીતે લગભગ 20 વર્ષ સુધી ગુપ્ત લાગોસ પરિસરમાં તેના અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર(દુસ્કર્મ) કર્યો તેમજ તેમના પર શારીરિક શોષણ સહિત અનેક કલ્પના બહારનો ત્રાસ ગુજાર્યો. બીબીસી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી જેમાં ચર્ચમાં બળજબરીથી ગર્ભપાત કરવામાં આવ્યું હોવાના પુરાવાઓ મળી આવ્યા છે.

 

ધર્મની વિશેષતા એ છે કે, તે આપણને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે આવા લોકો ધર્મના ઠેકેદાર બને. જે માત્ર ભ્રષ્ટાચારી જ નથી પરંતુ તેમનું આચરણ પણ ખરાબ છે. આવી સ્થિતિમાં શું થાય છે તે એક નાઈજિરિયન પાદરી સાથે જોડાયેલા કેસ પરથી સમજીએ. એક ધાર્મિક ‘સંપ્રદાય’ના પ્રમુખે બ્રિટિશ લોકો(બ્રિતાનિયો) સહિત પોતાના વિશાળ ચર્ચમાં હાજરી આપનારા અનેક લોકો પર ‘દુસ્કર્મ અને અત્યાચાર આચર્યું’ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

 

કેસને લઈને પીડિત સાક્ષીઓએ શું જણાવ્યું ?

આ કેસમાં સાક્ષીઓ સાથે પણ વાત કરતા તેઓએ જણાવ્યું કે તેઓએ બાળકો સાથે દુર્વ્યવહાર, લોકોને ચાબુકથી મારવાના અને સાંકળોથી બાંધી દેવાના બનાવો જોયા છે. આ પાદરી સાથે સંબંધિત કેટલાક પુરાવા પણ મળ્યા છે જે જણાવે છે કે, ખૂબ જ લોકપ્રિય અને પ્રભાવશાળી જોશુઆએ પણ તેના ‘ચમત્કારિક ઉપચાર’નો દેખાડો કરી અને એક એવો સ્વાંગ રચ્યો કે જેનો હેતુ નિર્દોષ અનુયાયીઓને મૂર્ખ બનાવવાનો હતો.

અહીં જૂઓ બીબીસીની આ અંગેની ડોક્યુમેન્ટ્રી

રાય નામની 21 વર્ષીય બ્રિટિશ મહિલા, જે 2002માં બ્રાઇટન યુનિવર્સિટીમાંથી પોતાની ડિગ્રીનો અભ્યાસ છોડીને ચર્ચમાં જોડાઈ અને ‘શિષ્ય’ તરીકે 12 વર્ષ ચર્ચમાં વિતાવ્યા. તેણીએ ચર્ચ અને પાદરી વિશે ઘણા મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા છે અને કહ્યું છે કે, આપણે બધા માનતા હતા કે આપણે સ્વર્ગમાં છીએ, પરંતુ આપણે નરકમાં છીએ અને નરકમાં ભયંકર વસ્તુઓ થાય છે. જોશુઆએ તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. બાદમાં તેણીને એકાંત કેદમાં પણ રાખવામાં આવી હતી જ્યાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પાંચ બ્રિટિશરોની સાથે નાઇજીરીયા, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઘાના, નામીબિયા અને જર્મનીના લોકો પણ પાદરીની દુષ્ટતા વિશે જણાવ્યું હતું અને એવી ઘણી બાબતો પ્રકાશમાં આવી છે જેણે વિશ્વને સિનેગોગ ચર્ચ ઓફ ઓલ નેશન્સના પ્રમુખના વર્તન, ચારિત્ર્ય અને ચહેરાને ઉજાગર કર્યો છે.

નામિબિયાના જેસિકા કૈમૂએ પાદરી કેટલો બદમાશ હતો તે વિશે વાત કરતાં જણાવ્યું કે, જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે પાદરી જોશુઆએ તેની સાથે પહેલીવાર દુસ્કર્મ આચર્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું છે કે, પાદરીએ લોકોને ઇલેક્ટ્રિક વાયર અને ઘોડાના ચાબુકથી મારવા ઉપરાંત નિયમિતપણે તેમને તેમની ઊંઘથી પણ વંચિત રાખતો હતો.

પાદરીની આવી કરતૂતોની તપાસ બાદ ઘણા રહસ્યોનો થશે પર્દાફાશ  

આ કેસની વાત કરવામાં આવે તો ચાર બ્રિટિશ લોકોએ કહ્યું કે, ચર્ચમાંથી ભાગી ગયા પછી તેઓએ યુકે સત્તાવાળાઓને તેમના આરોપોની જાણ કરી, પરંતુ કેસની આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ બ્રિટિશ પાદરી અને તેમની કામગીરી પર અલગ-અલગ તર્ક રહેલા છે. જો કે, ચર્ચમાં પાદરીની અય્યાશિયોની(મોજ-મસ્તી) તપાસ ચાલી રહી છે અને માનવામાં આવે છે કે, હજુ પણ ઘણા રહસ્યોનો પર્દાફાશ થઈ શકે છે.

આ પણ જુઓ :પંજાબના જલંધર બસ સ્ટેન્ડ પર મહિલોઓની ધમાલ, દારૂ પીને મચાવ્યો હંગામો

Back to top button