
Gujarat News : નવસારીના ગણદેવીમાં પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચાર્યું હોવાનું સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે પીડિતાની માતાને જાણ થતા તેણીએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી.
માતા નોકરી પર જતી ત્યારે દિકરી સાથે કરતો જબરદસ્તી
સમગ્ર વિગત અનુસાર, આરોપી પિતા વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. પીડિત દીકરીની માતા સવારે નોકરી પર જતી હતી, તે સમયે ઘરમાં કોઈ ન હોવાથી પિતા ઘરમાં એકલી રહેતી 14 વર્ષની સગીર દીકરી પર જબરદસ્તી કરતો હતો. ગત મે મહિનાની 9, 10 અને 11 તારીખના રોજ સતત ત્રણ દિવસ સુધી પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ નિર્લજ પિતાએ પોતાની કાળી કરતૂત છુપાવવા માટે દિકરીને ગર્ભનિરોધક ગોળી આપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ
દિકરીએ આ ઘટનાની જાણ માતાને કરતા પિતાનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ માતાએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે દરમ્યાન માતાએ કહ્યું હતું કે, મારી દીકરી 14 વર્ષની છે. જેના પર તેના સગા પિતાએ જ રેપ કર્યો છે. મારા પતિ વર્ષ 2019માં સાઉથ આફ્રિકા ગયા હતા અને 2024માં ત્યાંથી પરત આવ્યા હતા. વર્ષ 2024માં પરત આવ્યા બાદ તેઓ સતત મારી સાથે છેડતી કરતો હતો. ત્યારે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી પિતાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો : યુએન ચૂંટણીમાં મોટું પરિવર્તન : પાકિસ્તાનને UN માંથી હાંકી કઢાયા, કિર્ગિસ્તાનને અસ્થાયી સભ્યપદ અપાયું












