ટ્રેન્ડિંગમનોરંજન

‘ધ ક્રૂ’નો કરીના, તબ્બૂ અને કૃતિનો ફર્સ્ટ લુક જારીઃ રીલીઝ ડેટ પણ જાહેર

Text To Speech
  • ‘ધ ક્રૂ’નો કરીના, તબ્બૂ અને કૃતિનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો છે. ફિલ્મના નવા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યા છે. જેમાં તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન એર હોસ્ટેસના લૂકમાં જોવા મળી રહી છે

મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બૂની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘ધ ક્રૂ’ને લઈને દર્શકોમાં ભારે ચર્ચા છે. જ્યારથી ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે ત્યારથી ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. લોકોના એક્સાઈટમેન્ટને ટકાવી રાખવા માટે, હવે નિર્માતાઓએ ‘ધ ક્રૂ’નો ત્રણેય અભિનેત્રીઓનો લુક જાહેર કરી દીધો છે.

‘ધ ક્રૂ’નો કરીના, તબ્બૂ અને કૃતિનો ફર્સ્ટ લુક

ફિલ્મના નવા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યા છે. જેમાં તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન એર હોસ્ટેસના લૂકમાં જોવા મળી રહી છે. કરીના, તબ્બૂ અને કૃતિ એર હોસ્ટેસ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

'ધ ક્રૂ'નો કરીના, તબ્બૂ અને કૃતિનો ફર્સ્ટ લુક જારીઃ ફિલ્મની રીલીઝ ડેટ પણ જાહેર hum dekhenge news

રાજેશ એ કૃષ્ણનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 29 માર્ચે થિયેટર્સમાં રીલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ અને અનિલ કપૂર ફિલ્મ એન્ડ કોમ્યુનિકેશન નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રકુલ-જેકીના ડ્રીમ વેડિંગનો વીડિયો વાયરલઃ જુઓ હલ્દી, મહેંદી અને સંગીત

Back to top button