ટ્રેન્ડિંગનેશનલ

હિન્દુ મૃતકના મુસ્લિમ સમાજના લોકોએ કર્યા અંતિમ સંસ્કાર : કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

પશ્ચિમ બંગાળ, ૧૦ ફેબ્રુઆરી : મંદિર અને મસ્જિદ માટે બે કોમના લોકોને લડતા તો આપણે અનેક વાર જોયા છે, તો બે અલગ ધર્મના લોકોને એકબીજાના તહેવાર ઉજવતા પણ આપણે અનેક વાર જોઇએ છીએ. કોમી એખલાસનું આવું જ એક ઉત્તમ ઉદાહરણ પશ્ચિમ બંગાળના પૂર્વા બર્ધમાન જિલ્લામાંથી સામે આવ્યું છે. અહીંના મુસ્લિમ પ્રભુત્વવાળા ગામમાં માત્ર એક હિન્દુ પરિવાર રહે છે. એક હિન્દુ વ્યક્તિના મૃત્યુ પછી, તેના મૃતદેહને ગામના મુસ્લિમો દ્વારા હિન્દુ વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આજુબાજુના મુસ્લિમ સમુદાયના લોકો આ વ્યક્તિને ખુબ પ્રેમ કરતા હતા. આ કારણથી ગામના હિંદુ પરિવારની દેખરેખ પણ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવતી હતી. મૃતકની પુત્રીએ જણાવ્યું કે ગામલોકો દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા હતા. પિતાના અવસાન બાદ ઘરમાં ત્રણ બહેનો જ રહી ગઈ છે.

કટવા પોલીસ સ્ટેશન હેઠળના સિંગી પંચાયતના શિમૂલગાચી ગામના એકમાત્ર હિંદુ વડીલ ગણેશ હઝરાના મૃત્યુ પછી, શિમૂલગાચીના મુસ્લિમ ગ્રામજનોએ તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. એક હિન્દુ પરિવારને બાદ કરતાં બાકી ગામના તમામ લોકો મુસ્લિમ સમુદાયના છે. મૃતકની પુત્રી ચુમકી હઝરાએ કહ્યું કે આ ગામલોકો દરેક પરિસ્થિતિમાં તેમની સાથે રહે છે.

4 પેઢીઓથી ગામમાં રહેતો પરિવાર

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા આ ગામમાં તેમનો એકમાત્ર હિંદુ પરિવાર છે. પડોશી મુસ્લિમ સમુદાયના લોકો તેમના પિતાને પ્રેમ કરે છે. તેઓ તેમના પરિવારનું ધ્યાન રાખતા અને તેમના પિતાને ખવડાવતા. ગામના લોકો ખૂબ જ સરસ છે. આ લોકોના કારણે જ પિતા આટલા લાંબા સમય સુધી જીવિત રહ્યા. ગામવાસીઓ સૈદુલ ઈસ્લામ મલ્લિક અને મિરાજ દેખે જણાવ્યું કે ગામમાં 4 થી 5 હજાર લોકો રહે છે. તેમની વચ્ચે એક  હઝરા પરિવાર જ હિંદુ પરિવાર છે, તેઓ 4 પેઢીઓથી અહીં રહે છે.

હઝરાનો પરિવાર ખૂબ જ ગરીબ હતો

ગણેશ હઝરાને એક પુત્ર હતો, પણ તે ક્યાંક ચાલ્યો ગયો છે. ત્રણેય દીકરીઓ પરિણીત છે. એક અકસ્માતમાં ગણેશ હઝરાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો, ત્યારથી તેઓ કામ કરી શકતા ન હતા. પરિવાર ખૂબ જ ગરીબ હતો. આથી ગ્રામજનોએ સાથે મળીને આજે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.

હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું

ગણેશ હઝરાનું ગુરુવારે બપોરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. મુસ્લિમ સમાજના લોકો તેની દીકરીઓ પાસે ગયા. અને દીકરીઓ સાથે મળીને ગુરુવારે રાત્રે ગામથી 12 કિમી દૂર પૂર્વસ્થલીના પટુલી ડમ્પલ સ્મશાનભૂમિમાં ગણેશ હઝરાના અંતિમ સંસ્કાર કર્યા.

ચૂંટણી પંચ માર્ચના બીજા સપ્તાહમાં જાહેર કરી શકે છે લોકસભા ચૂંટણીની તારીખો

પાકિસ્તાનમાં રાજકીય ચિત્ર બદલાતા ઈમરાન ખાનને મોટી રાહત, કોર્ટે 12 કેસમાં આપ્યા જામીન

Back to top button