વિદેશમાં નોકરી કરવાની ઘેલછા પડી ગઈ ભારે, 300 ભારતીય નાગરિકો ફસાયા…15-15 કલાક કરવું પડે છે આવું કામ.
પરદેશમાં નોકરી કરવા કે ભણવા જવાની વાત આવે એટલે લોકો પૂરતી તપાસ વગર કૂદી પડતા હોય છે. એમ કરવામાં ઘણી વખત પસ્તાવાનો વારો આવી શકે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જે વિદેશમાં નોકરી કરવાની ઘેલછા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન છે.
જવાનું હતું થાઈલેન્ડ, મ્યાનમારમાં બંધક બન્યા
થાઈલેન્ડમાં નોકરી માટે ગયેલા 300 ભારતીયો ફસાઈ ગયા છે. એ વળી થાઈલેન્ડમાં નહીં, પડોશી દેશ મ્યાનમારમાં ફસાઈ ગયા છે. મ્યાનમારમાં તો લોકશાહી નથી, લશ્કરી રાજ છે. માટે ત્યાં રહેતા નાગરિકોને પણ પૂરતી છૂટ મળતી નથી.
મ્યાનમારના એ ભાગમાં સરકારનું પણ નથી ચાલતું
ભારતથી જે 300 નાગરિકો ગયા તેમને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપવામાં આવી હતી. થાઈલેન્ડ પહોંચ્યા પછી તેમને ભારત અને થાઈલેન્ડ વચ્ચે આવેલા મ્યાનમારમાં લઈ જવાયા હતા.જે ભાગમાં તેમને રખાયા છે, ત્યાં મ્યાનમારની સરકારનું પણ રાજ ચાલતું નથી. ત્યાં સ્થાનિક નાગરિકોની અલગ સરકાર છે.
આ પણ વાંચો: વેઈટિંગ લિસ્ટના મુસાફરોની ટિકિટ કન્ફર્મ કરતી નવી ટેકનોલોજી
15 કલાક સુધી કરાવાય છે આવું કામ
ફસાયેલા નાગરિકો પાસેથી 15 કલાક સુધી કામ કરાવાય છે. એ કામ વળી સાઈબર ક્રાઈમનું છે. જે કામ કરવા તૈયાર ન થાય તેમને મારવા ઉપરાંત વીજળીના આંચકા આપવામાં આવે છે. આ રીતે કામે લગાડાયેલા લોકોના પાસપોર્ટ પણ લઈ લેવાયા હોય છે, માટે એ આસાનીથી ભાગી પણ શકતા નથી. વિદેશમાં નોકરીની વાત સાંભળીને પુરતી તપાસ કર્યા વગર કુદી ન પડવું જોઈએ.