ગુજરાત

વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, પોલિટેકનિકના પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીને ગાયે શિંગડું મારી આંખ ફોડી

Text To Speech

રખડતા ઢોરના કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાક મોતને ભેટ્યા છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રખડતા ઢોરના ત્રાસનો ભોગ એક યુવક બન્યો છે. મળતી માહિતી મુજબ પોલીટેક્નિકનો વિદ્યાર્થી મોપેડ પર જઈ રહ્યો હતો ત્યારે એક ગાયે ફેંટ મારતા શિંગડું આંખમાં વાગ્યું હતું. જેમાં તેનું આંખ ફૂટી ગઈ હતી.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસના દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજું સ્થિતિ યથાવત જ છે. જેના કારણે આજેપણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે.

શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલીટેક્નિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી 8 વાગ્યાના અરસામાં તે ઘરે આવી રહ્યો હતો. તે સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યારબાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતા ગાયનું શીંગડું હેનીલની આંખમાં ખુંપી ગયું હતું. હેનીલે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જેમાં તેની આંખ ફૂટી ગયું હોવાનું ધ્યાને આવતા જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. જુવાનજોધ પુત્રએ આંખ ગુમાવતા પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ વ્યાપ્યો હતો

Back to top button