15 ઓગસ્ટઉત્તર ગુજરાત
ડીસા સરદાર પટેલ હાઇસ્કુલનું પ્રાંગણ દેશભક્તિના નારાથી ગુંજ્યું


પાલનપુર: ડીસા ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ૭૬માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રવીણભાઈ પ્રજાપતિ ના વરદ હસ્તે શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિ ગીતો, અભિનય અને દેશભક્તિને લગતા વક્તવ્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવ્યા હતા.
સમગ્ર સંકુલ દેશભક્તિના રંગે રંગાયું હોય એવી રીતે લાગી રહ્યું હતું. જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ “ભારત માતાકી જય” અને “વંદે માતરમ”ના દેશભક્તિના નારાથી શાળાનું કેમ્પસ ગુંજવી દીધું હતું. શાળાના આચાર્ય એન. જે. ખરસાણ દ્વારા સૌને ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.