મનોરંજન

અમિતાભ બચ્ચનના નામ, ફોટા અને અવાજના ઉપયોગ અંગે કોર્ટે કર્યો આદેશ

કેટલાક લોકો અમિતાભ બચ્ચનના નામ, ફોટા અને અવાજનો ઉપયોગ કરતા હોય છે. તેમજ ઘણી કંપનીઓ પણ અમિતાભ બચ્ચનના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરતી હતી. જેને લઈને અમિતાભ બચ્ચને કોર્ટમાં અરજી કરી હતી. અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.  ઘણી કંપનીઓ બિગ બી ના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરે છે.

બોલિવૂડમાં અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ કરી રહી છે. જો કે આ ઘટના ઘણા લાંબા સમયથી બની રહી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન તેમના હકમાં તેમના પબ્લિસિટી અને પર્સનાલિટી અધિકારો ઈચ્છે છે અને પ્રખ્યાત અભિનેતા હોવાને કારણે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરવાનગી વગર કોઈ તેમની ઓળખનો ઉપયોગ કરે.

આ પણ વાંચો : આ ફિલ્મ જોઇને આફતાબે બનાવ્યો હતો મર્ડરનો પ્લાન ? એક પછી એક ખુલી રહ્યા છે રહસ્ય

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન દ્વારા અરજી રજૂ કરી હતી અને કહ્યું હતું કે મારા ક્લાઈન્ટના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે ઈચ્છે છે કે કોઈપણ જાહેરાતમાં તેના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ઉપયોગ ન થવો જોઈએ અને તેને કારણે તેની ઈમેજ બગડે છે.

અમિતાભ બચ્ચનના નામ, ફોટા અને અવાજના ઉપયોગ અંગે કોર્ટે કર્યો આદેશ- humdekhengenews

અમિતાભ બચ્ચનને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઘણી કંપનીઓ તેમના નામ, અવાજ અને ફોટાનો દુરુપયોગ કરી રહી છે. જેને અંતર્ગત આજે દિલ્હી હાઈકોર્ટમાં આ માટે સુનવણીમાં અભિનેતાને રાહત મળી છે. જસ્ટિસ ચાવલાએ આ સમગ્ર મામલે ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે કે, અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સનાલિટી ટ્રેટસ જે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે તેને તાત્કાલિક દૂર કરવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સિવાય કોર્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને પણ એ ફોન નંબર વિશે જાણકારી આપવા માટે કહ્યું છે જે અમિતા બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આવી ઓનલાઈન લિંક્સ હટાવવા માટે કહેવામાં આવ્યું છે જે બચ્ચનના પર્સનાલિટી રાઇટ્સને ખરાબ કરે છે.

નોંધનીય વાત એ છે કે, કેટલીક કંપનીઓ પોતાના ફાયદા માટે મંજુરીવિના અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરી રહી છે. પોતાની અરજીમાં આનો વિરોધ કરી અભિનેતાએ તેને ખોટું ગણાવ્યું હતું. બિગ બીએ આવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર બિગ બીના નામની લોટરીની જાહેરાત પણ ચાલી રહી છે. એટલું જ નહીં આ એડમાં બિગ બીની તસવીરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિનો લોગો પણ આ એડ પર છે.

Back to top button