નેશનલ

દેશની મુખ્ય નદીઓ માત્ર આટલા વર્ષમાં સુકાઈ જશે, UN ને આપી મોટી ચેતવણી

ભારતની નદીઓને લઈને ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ભારતની નદીઓ વિશે ચેતવણી આપી છે. જેમા જણાવ્યુ છે કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં 170 થી 240 કરોડ શહેરી લોકોને પાણીની મોટી અછતનો સામનો કરવો પડી શકે છે. કારણ કે હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. જેના કારણે ભારત, ચીન અને પાકિસ્તાનની ત્રણ મોટી નદીઓ ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુનું જળસ્તર ખૂબ જ ઝડપથી ઘટશે. જેથી પાણીની ખુબ જ અછત રહેશે.

UN એ નદીઓને લઈને આપી ચેતવણી

UN એ ચેતવણી આપી છે કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં 170 થી 240 કરોડ શહેરી લોકોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. UN એ જણાવ્યુ હતુ કે ભારત,ચીન અને પાકિસ્તાનની ત્રણ મોટી નદીઓ ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુનું જળસ્તર ખૂબ જ ઝડપથી ઘટશે. જેથી આગામી વર્ષોમાં પાણીની અછત રહેશે.

હિમાલયની નદીઓના જળસ્તર અને પ્રવાહમાં ઘટાડો

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારતની નદીઓને લઈને મોટી ચેતવણી આપી છે.કે આગામી દાયકાઓમાં સિંધુ,ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મહત્વની હિમાલયની નદીઓના જળસ્તર અને પ્રવાહમાં ઘટાડો થઈ શકે છે. જેના કારણે પાણીની ગંભીર અછત સર્જાઈ શકે છે. હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે હિમનદીઓ અને બરફની ચાદર પીગળી રહી છે જે ખરેખર ખુબ ચિંતાનો વિષય છે.

ભારતની નદીઓ-humdekhengenews

ગ્લેશિયર્સ ખુબ ઝડપથી ઓગળી રહ્યા છે

ગુટેરેસે જણાવ્યુ હતુ કે માનવીય ગતિવિધિઓને કારણે પૃથ્વીનું તાપમાન ખતરનાક સ્તરે જઈ રહ્યું છે. જેથી ગ્લેશિયર્સ ખુબ ઝડપથી ઓગળી રહ્યા છે. તેમજ દર વર્ષે લગભગ 150 અબજ ટન એન્ટાર્કટિક બરફ પીગળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ હતુ. એન્ટોનીયોએ વધુમાં જણાવ્યુ હતુ કે પૃથ્વી પરના ગ્લેશિયર જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.અને અત્યારે પૃથ્વીના 10 ટકા હિમનદીઓ છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે. એન્ટાર્કટિકાની વાત કરવામાં આવે તો તે દર વર્ષે 15 અબજ ટન બરફ ગુમાવી રહ્યું છે.જ્યારે ગ્રીનલેન્ડ દર વર્ષે 27 અબજ ટન બરફ ગુમાવી રહ્યું છે. એટલું જ નહીં, આ પછી સૌથી વધુ ગ્લેશિયર્સ હિમાલય પર છે. જે પણ હવે ઝડપથી પીગળી રહ્યા છે.

સૌથી વધુ અસર આ નદીઓ પર થશે

એશિયામાં, 10 મોટી નદીઓ હિમાલયમાંથી નીકળે છે. જેમાંથી 130 કરોડ લોકોને પીવાનું પાણી પહોંચાડે છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા નદીઓના પ્રવાહ અને જળસ્તર પર થશે. બીજી તરફ એ પણ ખતરો છે કે જો ગ્લેશિયર ઝડપથી પીગળે તો પાકિસ્તાન અને ચીનમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

આ પણ વાંચો : RTE હેઠળ પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર,આ તારીખથી ફોર્મ ભરી શકાશે

Back to top button