દિલ્હી ચૂંટણીના પરિણામો ઉપર દેશના નામચીન બૂકીઓનો કરોડોનો સટ્ટો, જાણો કોને કેટલી બેઠકનું અનુમાન?


અમદાવાદ, 7 ફેબ્રુઆરી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નું આવતીકાલે 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામો પૂર્વે ન્યૂઝ ચેનલના અનેક EXIT Poll દ્વારા ભાજપ જીતની નજીક અને આમ આદમી પાર્ટી દિલ્હીમાંથી બહાર ફેંકાતી હોવાનું દર્શાવી રહ્યા છે. જો કે, આ બધા વચ્ચે દેશના નામચીન બૂકીઓ દ્વારા આ ચૂંટણી પરિણામો ઉપર કરોડોનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. ત્યારે આવો જોઈએ કોને કેટલી બેઠક મળવાના અણસાર છે.
સૌરાષ્ટ્રના મોટા ગજાના બૂકીઓનો મત શું છે
બૂકી બજારમાં આમ તો દેશના અનેક નામચીન માથાઓ જોડાયેલા છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક નામચીન બૂકીઓ દ્વારા લોકસભાની ચૂંટણી બાદ 2025 માં આ પ્રથમ ચૂંટણી છે જેના ભાવ ખોલવામાં આવ્યા છે. જે દર્શાવી રહ્યા છે કે ભાજપ આ ચૂંટણીમાં જીતવા માટે આગળ છે. તેના ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. આ સટ્ટામાં માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટીના જ ભાવ બોલવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અહીં દૂર-દૂર સુધી દેખાતું નથી.
બુકીઓના મતે કયો પક્ષ જીતે છે?
આવતીકાલે દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ત્યારે બૂકીઓના મત પ્રમાણે મધ્ય ભારતના એક મોટા ગજાના બૂકી દ્વારા આમ આદમી પાર્ટીને જીતી જતું બતાવ્યું છે. જેમાં તેણે અરવિંદ કેજરીવાલના પક્ષને 40 થી 42 સીટ મળતી બતાવી છે. અહીં જીત માટે 36 બેઠકો જોઈએ છે. જ્યારે કે સૌરાષ્ટ્રના મોટા ગજાના બૂકીએ ભારતીય જનતા પાર્ટીને 40 આસપાસ સીટ મળતી દર્શાવી છે. એટલે કે અહીં ભાજપને જીત માટે હોટ ફેવરિટ જણાવી છે.
આ પણ વાંચો :- તમિલનાડુમાં ગર્ભવતી મહિલા પર બળાત્કારનો પ્રયાસ, વિરોધ કરતા ચાલું ટ્રેનમાંથી ધક્કો માર્યો