શેરબજારમાં રોનક: સેન્સેક્સમાં 1078 પોઈન્ટના ઉછાળો, રોકાણકારોને મોજે દરિયા


નવી દિલ્હી, 24 માર્ચ: 2025: સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સતત છઠ્ઠા સત્રમાં કારોબારમાં તેજી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન બેંકિંગ અને આઈટી કંપનીઓના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. આજે શેરબજારમાં રોનક જોવા મળી. સેન્સેક્સ 1078 પોઈન્ટ (1.40%) વધીને 77,984 પર બંધ થયો. નિફ્ટી 307 પોઈન્ટ (1.32%) વધીને 23,658 પર બંધ થયો.
કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં જોવા મળ્યો છે. બીએસઈ પર સેન્સેક્સ 1078 પોઈન્ટના ઉછાળા સાથે 77,984.38 પર બંધ થયો. NSE પર નિફ્ટી 1.32 ટકાના વધારા સાથે 23,658.35 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન BSE લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને માઝાગોન ડોક NSE પર સૌથી વધુ એક્ટિવ શેરોમાં સામેલ હતા.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરોમાં તેજી જોવા મળી. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 4.63%, એનટીપીસીના શેરમાં 4.51%, એસબીઆઈના શેરમાં 3.75%, ટેક મહિન્દ્રાના શેરમાં 3.54% અને પાવર ગ્રીડના શેરમાં 3.27%નો વધારો થયો હતો. બીજી તરફ, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3.18%, પ્રાઇવેટ બેંક 2.42%, રિયલ્ટી 1.53%, ઓઇલ એન્ડ ગેસ 1.46% અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 1.89% વધ્યા હતા.
આ પણ વાંચો..દેશની સૌથી સસ્તી 7-સીટર કાર નવા અવતારમાં થશે લોન્ચ: ગ્રાહકો થયા દિવાના