ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી

Text To Speech
  • બાપુનગર વિધાનસભાની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે
  • 7 વિધાનસભા ક્ષેત્રોના કુલ 1814 મતદાન મથકોના મતદાનની મતગણતરી યોજાશે
  • સૌથી વધુ 26 રાઉન્ડમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની મતગણતરી થશે

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી યોજાશે. જેમાં સૌથી વધુ 26 રાઉન્ડમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની મતગણતરી થશે. સૌથી ઓછા 14 રાઉન્ડમાં બાપુનગર વિધાનસભા બેઠકની મતગણતરી થશે. 7 વિધાનસભા ક્ષેત્રોના કુલ 1814 મતદાન મથકોના મતદાનની મતગણતરી યોજાશે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ISના 4 સ્યૂસાઈડ બોમ્બરના કેસની તપાસનો રેલો રાજસ્થાન અને પંજાબ સુધી પહોંચ્યો 

એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે

દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મત ગણતરી આજે 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે. 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નરોડા, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, વટવા, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ સહિતના કુલ 7 વિધાનસભા મતવિસ્તાર અનુસાર મતગણતરી યોજાશે. પોસ્ટલ બેલેટની ગણતરી અલગ ખંડમાં યોજવામાં આવશે.

બાપુનગર વિધાનસભાની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે

અમદાવાદ પૂર્વ બેઠકના સાત વિધાનસભા વિસ્તારોમાં 1814 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે. વટવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 25 રાઉન્ડમાં, નિકોલ વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં, નરોડા વિધાનસભા વિસ્તારની મત ગણતરી 18 રાઉન્ડમાં, બાપુનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 14 રાઉન્ડમાં, ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 15 રાઉન્ડમાં, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની મતગણતરી 26 રાઉન્ડમાં અને દહેગામ વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં યોજાશે. આમ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની મતગણતરી સૌથી વધુ 26 રાઉન્ડમાં યોજાશે અને બાપુનગર વિધાનસભાની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે.

Back to top button