હિન્દી ભાષા પર કમલ હસનનું વિવાદાસ્પદ નિવેદન, ભાષાને લઈને કહી આ મોટી વાત
હિન્દી ભાષાને લઈને ફરી વિવાદ શરુ થયો છે. ત્યારે અભિનેતા કમલ હસને હિન્દી ભાષાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જે બાદ ફરી વિવાદ વકર્યો છે. કમલ હાસને કહ્યું છે કે બીજા પર હિન્દી થોપવી મૂર્ખામી છે. ત્યારે હિન્દી લાદવાનો વિરોધ કરીશું. હિન્દી થોપવાનો નાપાક ઈરાદો દાનત બરબાદ કરશે. વાસ્તવમાં, કમલ હસને કેરળના સીપીઆઈ-એમ સાંસદ જોન બ્રિટાસના ટ્વીટને રીટ્વીટ કરતા આ વાત કહી. સાંસદ જ્હોન બ્રિટોસે હિન્દીની મજાક લેતા સંસદમાં આપેલા નિવેદનનો વીડિયો ટ્વીટ કર્યો હતો.
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસન પોતાના દમદાર અભિનય માટે જાણીતા છે. તેમજ તે સાઉથના પણ સુપરસ્ટાર છે અને તેઓએ હિન્દી ફિલ્મોમાં પણ પોતાની જગ્યા બનાવી છે. કમલ હસન એક ઉત્તમ અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા, પ્લેબેક સિંગર પણ છે. કમલે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં કેમ વિલંબ થઈ રહ્યો છે?
કમલ હસને હિન્દી ભાષા પર કહ્યું..
વાસ્તવમાં, કમલે કેરળના સાંસદ જોન બ્રિટાસનો એક વીડિયો રીટ્વીટ કર્યો અને તમિલમાં ટ્વીટ કર્યું કે “માતૃભાષા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અન્ય ભાષાઓ શીખવી અને વાપરવી એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. આ છેલ્લા 75 વર્ષથી દક્ષિણ ભારતનો અધિકાર છે. ઉત્તર પૂર્વમાં પણ આવું જ જોવા મળશે. હિન્દીનો વિકાસ કરીને તેને બીજા પર લાદવો એ અજ્ઞાન છે. જે પણ લાદવામાં આવશે તેનો વિરોધ કરવામાં આવશે.”
ஹிந்தியை திணிக்கும் உங்களின் கேவலமான வடிவமைப்பு இந்த நாட்டை சீரழித்து விடும். ஐஐடியில் ஹிந்தியில் தேர்வு எழுத வேண்டும் என்றால், கூகுளின் தலைமைப் பொறுப்பில் சுந்தர் பிச்சை இருந்திருக்க முடியுமா?@mkstalin @ptrmadurai @Udhaystalin @KanimozhiDMK @dmk_raja @ikamalhaasan @arrahman pic.twitter.com/o8zyzzS6zR
— John Brittas (@JohnBrittas) December 25, 2022
બીજી ટ્વીટ કરતી વખતે, અભિનેતાએ લખ્યું કે “આ જ વસ્તુ કેરળમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અડધા ભારત માટે આ જ વાત કહેવામાં આવી છે. સાવધાન, પોંગલ આવી રહ્યું છે. ઓહ! માફ કરશો, તમારા માટે સમજવામાં સરળતા રહે તે માટે ‘જાગતા રહો’.