ટ્રેન્ડિંગમનોરંજન

‘બેશરમ રંગ’ બાદ હવે પઠાણનાં આ સોંગ પર પણ કોપીનો આરોપ, સોશિયલ મીડિયા પર ટ્રોલ

Text To Speech

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યો. જ્યાં પહેલા ‘બેશરમ રંગ’ ગીતની નકલ કરવાનો આરોપ થઈ રહ્યો હતો, તે બાદ હવે પઠાણના બીજુ ગીત જે હમણા જ બે દિવસ પહેલા જ આવ્યુ છે જે પણ કોપી હોવાનું સામે આવતા ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.

હવે પઠાણના આ સોંગ પર કોપીનો આરોપ

ફેન્સના સવાલો બોદ પઠાણનો ફરી વિવાદો વચ્ચે રહ્યુ છે. ત્યારે હમણા જ રિલિઝ થયેલ ‘ઝૂમે જો પઠાણ’ પર સાહિત્યચોરીનો આરોપ લાગ્યો છે. પાછલા દિવસે રિલીઝ થયેલા ‘પઠાણ’ના આ બીજા ગીતને અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. પરંતુ હવે સોશિયલ મીડિયા યુઝર્સ મ્યુઝિક કમ્પોઝર વિશાલ અને શેખરના આ ગીતની ચોરી કરી હોવાનો દાવો કરી રહ્યા છે. જેના લીધે હવે આ ગીત પર સાહિત્યચોરીનો આરોપ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે.

આ ગીતનું કોપી

પઠાણનું ગીત ‘ઝૂમે જો પઠાણ’ રિલીઝ થયું ત્યારથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ઝૂમે જો પઠાણ’ સુખવિંદર સિંહના 10 વર્ષ જૂના ગીતની નકલ છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે ‘પઠાણ’ ગીતની ટ્યુન સુખવિંદર સિંહના ગીતમાંથી કોપી કરવામાં આવી છે. યુઝર્સ વીડિયો શેર કરીને બંને ગીતો વચ્ચે સમાનતા બતાવી રહ્યા છે. બંને ગીતો જોયા પછી સૂર કંઈક અંશે સરખા જણાશે. આવી સ્થિતિમાં ‘પઠાણ’ના મેકર્સ ફરી એકવાર ગીત ચોરવા બદલ ટ્રોલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: બેશરમ રંગનો ‘પઠાણ’ ફાયદો, વિવાદથી એવું તે શું થયું ?

આ ફિલ્મના સોંગમાંથી કોપી

સુખવિંદર સિંહના ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા એક યુઝરે લખ્યું કે, ‘આ ગીત અર્જુનઃ ધ વોરિયર પ્રિન્સ’ના ગીત ‘કર્મ કી તલવાર’માંથી કોપી કરવામાં આવ્યું છે. આ છેતરપિંડી છે, ઓછામાં ઓછી ક્રેડિટ મૂળ સંગીતકારને આપવી જોઈએ. હવે લોકોને આ વાત પસંદ નથી આવી રહી અને તેઓ પઠાણના મેકર્સને ટ્રોલ કરી રહ્યા છે.

Back to top button