નેશનલ

કેદારનાથમાં પીએમ મોદીના હસ્તે શિલાન્યાસ થવા જઈ રહેલ રોપવેની શું હશે વિશેષતા

Text To Speech

પીએમ મોદી આજે ઉત્તરાખંડના કેદારનાથમાં લોકોને અનેક સુવિધાઓથી સજ્જ રોપવેની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે પીએમ આજે રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા કેદારનાથ પહોંચી ગયા છે. ત્યારે તૈયાર થયેલ આ રોપવેના કારણે હવે શ્રદ્ધાળુને કેદારનાથનુ ચઢાણ સરળ બનશે. મુખ્ય સચિવ (વન) આરકે સુધાંશુના જણાવ્યા અનુસાર, આ માટે વન અને પર્યાવરણ મંત્રાલયે પહેલા જ મંજૂરી આપી દીધી હતી. જે બાદ વિચારણા કરીને પ્રોજેક્ટને મંજૂરી આપાઈ હતી. જે બાદ વિશ્વનો સૌથી લાંબો રોપવે તૈયાર થવા જઈ રહ્યો છે અને આજે પીએમ મોદી તેનો શિલાન્યાસ કરવા પણ પહોંચી ગયા છે. ત્યારે તૈયાર થવા જઈ રહેલ રોપવે કેવી સુવિધાઓથી સજ્જ કરાશે તે જાણીએ.

ROPEWAY-HUM DEKHENEG NEWS
13 કિમી લાંબા રોપવેના નિર્માણ સાથે કેદારનાથ ધામનું અંતર 30 મિનિટમાં પૂર્ણ થશે.

 રોપવેની આ હશે વિશેષતા 

શિલાન્યાસ થવા જઈ રહેલ રોપવે સમુદ્ર સપાટીથી 11,500 ફૂટની ઊંચાઈ પર હશે. સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 13 કિમી લાંબા રોપવેના નિર્માણ સાથે કેદારનાથ ધામનું અંતર 30 મિનિટમાં પૂર્ણ થશે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને લાગતા સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે. મળતી માહિતી મુજબ 1200 કરોડનો ખર્ચ થશે અને હેમકુંડ સાહિબથી ગોવિંદઘાટ સુધી 850 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ખાસ વાત એ છે કે રોપ-વે બનાવવાની જવાબદારી કેન્દ્ર સરકારના NHLML (નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ જે મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે હેઠળ આવે છે) દ્વારા એક કંપનીને સોંપવામાં આવી છે. આ રોપ-વેમાં 22 જેટલા ટાવર લગાવવામાં આવશે.

KEDARNATH-HUMDEKHENEGE NEWS
રા 8 કલાકનુ ચઢાણ (વોક) 30 મિનિટમાં પૂર્ણ થશે

8 કલાકનુ ચઢાણ (વોક) 30 મિનિટમાં પૂર્ણ થશે

દરિયાની સપાટીથી સાડા અગિયાર હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું કેદારનાથ ધામ સોનપ્રયાગથી લગભગ 18 થી 20 કિલોમીટરના અંતરે છે. પ્રવાસીઓને તેને કવર કરવામાં આઠ કલાક જેટલો સમય લાગે છે. રોપ-વેના નિર્માણથી આ અંતર 30 મિનિટમાં પૂર્ણ થશે. આ વિસ્તાર કેદારનાથ વન વિભાગ ગોપેશ્વર હેઠળ આવે છે. હવે આ રોપ-વેના નિર્માણ બાદ શ્રદ્ધાળુઓની યાત્રા સુલભ અને સુરક્ષિત બનશે. નિષ્ણાતોનું માનવું છે કે રોપ-વે શ્રદ્ધાળુઓ માટે સૌથી સચોટ વાહન સાબિત થશે. આનાથી ગાઢ ધુમ્મસમાં થતા હેલિકોપ્ટર અકસ્માતોથી પણ છુટકારો મળશે.

તમને જણાવી દઈએ તો કેદારનાથમાં પીએમ મોદીએ ભગવાન શિવના દર્શન કરી લીધી છે હવે થોડા જ સમયમાં રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જે બાદ વડાપ્રધાન કેદારનાથથી બદ્રીનાથ જશે, જ્યાં તેઓ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચો: કેદારનાથ – બદ્રીનાથને PM મોદી કાલે આપશે રૂ.3400 કરોડની આ વિકાસ ભેંટ

Back to top button