બિઝનેસ

સિલિકોન વેલી બેંકના મામલે ભારતમાં સંજય લીલા ભણસાલી વચ્ચે નીકળ્યું કનેક્શન

અમેરિકાની સિલિકોન વેલી બેંક (SVB) ના નાદારીના સમાચારે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. તે અમેરિકાની 16મી સૌથી મોટી બેંક હતી. 2008ની મંદી દરમિયાન વોશિંગ્ટન મ્યુચ્યુઅલ અને લેહમેન બ્રધર્સના પતન પછી તેને સૌથી મોટી નાણાકીય કટોકટી માનવામાં આવે છે. અમેરિકામાં સિલિકોન વેલી બેંક ડૂબવાના કારણે ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે. જ્યાં આ સમાચારે 116 વર્ષ જૂની બેંકના ગ્રાહકોને પરેશાન કરી દીધા છે. આ સાથે જ મામલો હીરામંડીના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સુધી પહોંચ્યો છે.

અમેરિકામાં એક બેંક ડૂબી ગઈ છે, પરંતુ તેણે ભારતમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. અહીં અમે અમેરિકાની સિલિકોન વેલી બેંક વિશે વાત કરી રહ્યા છીએ. આ બેંકને અમેરિકન રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને તેની તમામ સંપત્તિ અને થાપણો જપ્ત કરવામાં આવી છે. તે જ સમયે, આ બેંકે ભારતમાં 116 વર્ષ જૂની બેંકના ગ્રાહકોને પરેશાન કર્યા છે. આ માટે બેંકે નિવેદન પણ બહાર પાડવું પડ્યું છે અને મામલો પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો : અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી! સિલિકોન વેલી બેંકને લાગ્યા તાળા

એવું બન્યું કે મુંબઈની SVC કો-ઓપરેટિવ બેંક વિશે અફવાઓ ફેલાવા લાગી કે તે અમેરિકાની સિલિકોન વેલી બેંક (SVB) સાથે સંબંધિત છે. જેના કારણે આ 116 વર્ષ જૂની બેંકે સ્ટેટમેન્ટ જારી કરીને સ્પષ્ટતા આપવી પડી હતી. તે જ સમયે આ વાત સંજય લીલા ભણસાલી સુધી પણ પહોંચી હતી.

116 વર્ષ જૂની બેંકને ચિંતા વધી ગઈ

SVC કો-ઓપરેટિવ બેંકે ટ્વિટ કર્યું, “SVC બેંકને કેલિફોર્નિયાની સિલિકોન વેલી બેંક સાથે કોઈ લેવાદેવા નથી. બેંક તેના ગ્રાહકો અને અન્ય સ્ટોક હોલ્ડરને વિનંતી કરે છે કે તેઓ આવી અફવાઓ પર ધ્યાન ન આપે. SVC બેંક 116 જૂની બેંક છે જે ઘણા રાજ્યોમાં કાર્યરત છે. તે ભારતમાં જ કામ કરે છે. બેંક તેની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. SVC કો-ઓપરેટિવ બેંકની સ્થાપના 1906માં થઈ હતી.

આ પણ વાંચો : ભારતમાં વધુ એક ‘સીલીકોન વેલી’ બની શકે છે ગુજરાત, સેમીકન્ડકટર ક્ષેત્રે સૌથી મોટું રોકાણ કરશે વેદાન્તા

સંજય લીલા ભણસાલી સુધી મામલો પહોચ્યો

ZyppElectricના સહ-સ્થાપક અને CEO આકાશ ગુપ્તાએ SVC કો-ઓપરેટિવ બેંકના આ નિવેદનની મજાક ઉડાવી હતી. તેણે લખ્યું, “આ બાબતમાં આગળનો નંબર SLB એટલે કે સંજય લીલા ભણસાલીનો હોઈ શકે છે. ભારત ખરેખર એક અનોખો દેશ છે.” એટલે કે એક ટ્વીટ કરીને સંજય લીલા ભણસાલીનું નામ ચડાવીને મજાક કરી હતી. જોકે SVC બેંકે તેની છબીને ખરડનાર ઉપર કડક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું.

અમેરિકાની ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, બેંકની $ 200 બિલિયનથી વધુની સંપત્તિ અને $ 175 બિલિયનની કુલ ડીપોઝીટ્સ જપ્ત કરવામાં આવી છે.

Back to top button