કોંગ્રેસ પક્ષ માટે ઘણી લાકડીઓ ખાધી છે : પ્રગતિ આહીરની વેદના
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ ની કારમી હાર બાદ પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કોંગ્રેસ મહિલા સેવાદળના અધ્યક્ષા પ્રગતિ આહીરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન બાદ પ્રગતિ આહિરે આ બાબતે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. પ્રગતિ આહીર ગણી વાર મીડિયા ડિબેટમાં પણ કોંગ્રેસ પક્ષ તરફથી પોતાનો મત રાખતા હતા.
આ પણ વાંચો : દેશના શહીદોને વોર મેમોરિયલ પર વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રગતિ આહિરે પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ પક્ષ પ્રત્યે હું વફાદાર છું, પક્ષ મારી જોડે ન્યાય કરે, મને અપમાનિત કરવામાં આવી છે હું કોંગ્રેસ પક્ષની નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા છું. આ મામલે તપાસ કરવામાં આવે અને મારા વિરુદ્ધ કોઈ પુરાવા મળે તો હું રાજનીતિ છોડી દઇશ તેવી વાત તેમણે પત્રમાં કરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષ મારી સાથે ન્યાય કરે, કોઈ ભૂલ થઈ છે અને સત્ય શોધક સમિતિના અધ્યક્ષને પણ આ બાબતની જાણ નથી, પક્ષ માટે ઘણી લાકડીઓ ખાધી છે, મને વગર જાણ કરે અપમાનિત કરવામાં આવી છે એટલે સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ પ્રગતિએ પોતાના પત્ર માં લખી છે.
આ પણ વાંચો : વડોદરાના કરજણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી
પ્રગતિએ દાવો કર્યો છે કે તેમણે કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી નથી. પક્ષ દ્વારા સસ્પેન્ડ કર્યાનો કોઈ પત્ર કે નોટિસ પણ આપવામાં આવી ન હોવાની વાત કરી હતી અને વિધાનસભા ચુંટણી દરમિયાન કોંગ્રેસ માટે નિષ્ઠાથી કામ કર્યું છે. પ્રગતિ આહિરે રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને અમિત ચાવડા ને પણ પત્રની નકલ મોકલી આપી છે.