જુનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આ સવાલોના માંગ્યા જવાબ
રાજ્યમાં પેપરલીક મામલે કોંગ્રેસ આકરાપાણીએ જોવા મળી રહ્યું છે. અને આ બાબતે કોગ્રેસ ભાજપ સરકારને સતત ઘેરી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીણને પત્ર લખી સવાલો કર્યા છે. અને જણાવ્યું છે કે સૌથી મહત્વની બાબતે રાજ્ય સરકારનું મૌન તે ચિંતાજનક છે. જેથી આ સવાલોના જવાબ રાજ્ય સરકાર આપે તેમ જણાવ્યું છે.
મનીશ દોષીએ મુખ્યમંત્રીને પત્ર લખી કર્યા સવાલ
29 જાન્યુઆરી 2023 ના રોજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ જુનિયર કલાર્કની પરિક્ષા લેવાની હતી. પરંતુ પેપર ફૂટી જવાને કારણે આ પરિક્ષાને મોકુફ રાખવામાં આવી હતી. જે બાદ પરિક્ષાને લઈને રાજ્યમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ પરિક્ષાને લઈને વિરોધી પક્ષ ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે કેટલાક સવાલો કર્યા છે.
ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વિગતો જાહેર કરવા સુચન
દોશીએ તેમના પત્રમાં લખ્યું છે કે GPSSB સભ્ય રાધિકા કચોરિયા જે ભાજપના હોદ્દેદાર છે. પેપર લીકની ઘટના બાદ તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર પરીક્ષાની કામગીરી એક આઉટસોર્સ એજન્સીને આપવામાં આવી છે. જે અંગે બોર્ડને જાણ નથી અને તે ખાનગી બાબત છે. દોશીએ પૂછ્યું છે કે, જે બાબતો બોર્ડને ખબર ન હતી, તો પેપર લીક કરનારાઓને તે બાબતોની જાણ કેવી રીતે થઈ? વગેરે સવાલો કરી પેપર લિકનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર આ વિગતો જાહેર કરે તેમ જણાવ્યું છે.
આ ચાર સવાલોના જવાબ આપવા કહ્યું
1 ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રિન્ટીંગ અંગે બોર્ડના કયા પદાધિકારી- અધિકારીએ નિર્ણય કર્યો હતો? શુ તે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી ? પોલીસે તે અંગે પૂછપરછ કરી ?
2 ) પ્રિન્ટીંગ પ્રેસ પસંદ કરી તેને જુનિયર ક્લાર્કના પેપરની છપામણીનો કોન્ટ્રકટ અંગે ખાનગી બાબત હોઈ તો પછી પેપર લીક કરનાર તત્વોને માહિતી આપનાર કોણ? શું તે કોઈ મોટા અધિકારી – કર્મચારી કે અન્ય કોઈ ?
3 ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ખાનગી કામો માટેની એજન્સીની જવાબદારી શું ? તેની સામે ક્યાં પગલા ભરાયા?
4 ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેના કાયદા મુજબ સંપૂણ સરકારી બોર્ડ છે તો પછી તેની ગુપ્ત-ખાનગી કામગીરી આઉટસોર્સ એજન્સીને સોપવાનો નિર્ણય કોનો હતો?
આ પણ વાંચો : મહાશિવરાત્રી પર શિવભક્તોને રેલવેની ખાસ ભેટ, શરુ કરાઈ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગતો