ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વાઘોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે વિરોધ કરી મતદાન કર્યું

Text To Speech

ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર ખરાખરીનો જંગ જામી ચૂક્યો છે, ત્યારે સામાન્ય રીતે આ વખતે ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને છે, તેથી મોટાભાગની બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. પરંતુ આ સિવાય ઘણી બેઠકો પર અપક્ષનું પ્રભુત્વ જોવા મળી રહ્યું હોવાથી ચોપાંખિયો જંગ પણ જોવા મળી રહ્યો છે, તેવામાં આ ચોપાંખિયા જંગની સૌથી ચર્ચાસ્પદ એવી વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ આજે સવારે વોટીંગ કરવા ગયા ત્યારે તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડર નો કટ આઉટ બાંધીને મતદાન મથકે પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ભાજપના સૌથી વરિષ્ઠ ઉમેદવાર યોગેશ પટેલે મતદાન કર્યું અને જાણો શું કહ્યું

કોંગ્રેસ માટે મોંઘવારીનો મુદ્દો છે બ્રમ્હાસ્ત્ર 

છેલ્લા કેટલાંક વર્ષોમાં મોંઘવારી વધતા લોકો હેરાન થઈ ગયા છે. તેથી જ કોંગ્રેસ આ મુદ્દાને બ્રમ્હાસ્ત્ર બનાવી ચૂંટણી પ્રચાર કરી રહી છે, તેમાં પણ મુખ્ય મુદ્દો ગેસ બાટલાનો વધતો ભાવ છે. તેથી કોંગ્રેસે જાહેર કરેલા તેના ઢંઢેરામાં ગેસ બાટલો 500 રૂપિયામાં આપવાની ખાતરી પણ આપી છે. સ્વાભાવિક છે કે ગૃહણીઓ શાકભાજી અને ગેસના બાટલાના વધતા ભાવથી પરેશાન છે અને તે મોંઘવારીએ રસોડાનું બજેટ પણ ખોરવી નાખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એક નેતા પરેશ ધાનાણીએ પણ સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધીને વોટીંગ કરવા પહોંચ્યા હતા.

Back to top button