ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ચૂંટણી ખર્ચના મામલે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ કરતાં આગળ નીકળી ગયા

  • ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
  • ભાજપના અમિત શાહે 1.05 લાખ તથા કોંગ્રેસના સોનલબેન પટેલે 7.36 લાખ ખર્ચ કરી નાખ્યો
  • કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ખર્ચના મામલે ભાજપના ઉમેદવાર કરતાં આગળ

ગુજરાતમાં ચૂંટણી ખર્ચના મામલે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ કરતાં આગળ નીકળી ગયા છે. જેમાં ભાજપના અમિત શાહે 1.05 લાખ તથા કોંગ્રેસના સોનલબેન પટેલે 7.36 લાખ ખર્ચ કરી નાખ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નામાંકન કર્યા બાદ ખર્ચનો પ્રથમ હિસાબ રજુ કરાયો છે. જેમાં ખર્ચના મામલે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ કરતાં આગળ નીકળી જતાં લોક ચર્ચા શરૂ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી 

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાં લોકસભાની ચૂંટણીના ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચનો પ્રથમ વખતનો હિસાબ રજુ કરવાનો હતો. જેમાં ભાજપના ઉમેદવાર અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા એક લાખ ઉપરાંતનો જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ સોનલબેન પટેલ દ્વારા અત્યારસુધીમાં સાત લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર સંસદીય મતવિસ્તાર વિભાગના ખર્ચ નિયંત્રણ ઓબ્જર્વર જનાર્દન એસ.એ. છે

ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવે ત્યારથી ખર્ચનું ચકરડું શરૂ થઈ જાય છે. ખર્ચનો પહેલો હિસાબ ગત 23 એપ્રિલ સુધીમાં રજુ કરવા જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચારમાં પક્ષ માટે ખર્ચની કોઈ મર્યાદા નથી, પરંતુ ઉમેદવાર માટે 70 લાખની મર્યાદા નક્કી કરેલી છે. ચૂંટણીમાં મની પાવરના ઉપયોગને નિયંત્રિત કરવા માટે આ ખર્ચ મર્યાદા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ઉમેદવારોએ નામાંકન કર્યું ત્યારથી જ એક ડાયરીમાં રોજીંદા ખર્ચનો પઈ-પઈનો હિસાબ રાખવાનો હોય છે. અને સમયાંતરે તેને ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજુ કરવાનો હોય છે. ગાંધીનગર સંસદીય મતવિસ્તાર વિભાગના ખર્ચ નિયંત્રણ ઓબ્જર્વર જનાર્દન એસ.એ. છે.

કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ખર્ચના મામલે ભાજપના ઉમેદવાર કરતાં આગળ

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે. ઉમેદવારો દ્વારા પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની ઉપર એક્સપેન્ડીચરની ટીમ નજર રાખી રહી છે. ભાજપ દ્વારા હાલમાં જોરશોરથી વિવિધ પ્રકારના સંમેલનો અને બેઠકો કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના ઉમેદવાર પણ પ્રચારમાં લાગી ગયા છે. બંને ઉમેદવારોએ પોતાનો જે પ્રથમ તબક્કાનો ખર્ચનો આંકડો રજુ કર્યો છે, તેની પર નજર કરીએ તો, ભાજપના ઉમેદવાર અમિત શાહે નામાંકન કર્યું ત્યારથી અત્યારસુધીમાં રૂ. 1,05,014 જેટલો ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ખર્ચના મામલે ભાજપના ઉમેદવાર કરતાં આગળ નીકળી ગયા છે. તેમણે જે હિસાબ રજુ કર્યો છે તે મુજબ તેમના દ્વારા અત્યારસુધીમાં રૂ. 7,36,826 જેટલો ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું છે.

Back to top button