ગુજરાતચૂંટણી 2022

આચાર સંહિતાના ભંગને લઈને કલોલ બેઠકના ઉમેદવારે ભાજપ વિરુદ્ધ કરી ફરીયાદ

Text To Speech

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કલોક ખાતેના સહકારી બેંકના કર્મચારીઓનો ભાજપની તરફેણમાં પ્રચાર કરવા ઉપયોગ કરાતા આચાર સંહિતાના ભંગના ગુના સાથે ગાંધીનગર કલોલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુખ્ય નિર્વાચન અધિકારીને રજૂઆત કરવા પહોચ્યાં.

કલોલ મત વિભાગ માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બળદેવજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સમર્થન વાળી ગુજરાત સ્ટેટ કો. ઓ. બેન્ક અને અમદાવાદ ડી. સેન્ટ્રલ કો.ઓ.બેન્કના કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન બેંકના સાધનો અને ખર્ચે ગામડાઓમાં ભાજપ તરફી પ્રચાર કરતા કલોલ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારીને રજૂઆત કરવા પોહચ્યાં હતા. જ્યાં તેમણે કલોલ વિધાનસભા વિસ્તારમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરાતો હોવાની રજૂઆત કરી છે. તેમજ પોલીસ તંત્રને જાણ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ધમકાવી ખોટી ફરિયાદ કરાતી હોવાની પણ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો:સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી

ગાંધીનગર કલોલ બેઠકના ઉમેદવાર બળદેવજી ઠાકોર, કોંગ્રેસના પૂર્વ દંડક સી જે ચાવડા અને સહિત સમર્થકો મુખ્ય નિર્વાચન અધિકારીને ફરીયાદ કરવા પહોચ્યાં હતા. જ્યાં તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતુ કે બેંકના કર્મચારીઓ રાજકીય પક્ષોની તરફેણમાં પ્રચાર કરી આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે સહકારી બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતો પ્રચાર પર રોક લગાવી કોઈ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

Back to top button