જોશીમઠ પર સમગ્ર દેશની સુરક્ષા અને વૈજ્ઞાનિક સંસ્થાઓ નજર રાખી રહી છે ત્યારે દેશની સૌથી મોટી સંસ્થા એવી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો)ના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે પહેલી વાર સેટેલાઈટ ઇમેજો જાહેર કરી છે. આ તસ્વીરોમાં જોશીમઠના જમીન ધસ્યા બાદના ઘરો અને રસ્તા પરની સ્થિતિનું નિરિક્ષણ ઈસરોના હૈદરાબાદના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, બરફની ચાદરથી ઢંકાયેલા અદ્ભુત દ્રશ્યો
ભારતના કાટરેસૈટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવેલી તસ્વીરો છે. જેનું દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે. ઈસરોએ જાહેર કરેલી જોશીમઠની સેટેલાઈટ તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જોશીમઠનો ક્યો ભાગ જમીનમાં સરકી જશે.જેની તસ્વીર ખૂબ જ ડરામણી છે. ઈસરોના અનુસાર તો આખુ જોશીમઠ જમીનમાં સમાઈ જશે. તસવીર જે પીળા કલારનું માર્ક કરેલું છે, જે સેંસેટિવ ઝોન છે. આ પીળા ઘેરામાં આખુ શહેર આવે છે.
આ ઉપરાંત ઈસરોના આર્મી હેલીપેડ અને નૃસિંહ મંદિરને પણ માર્ક કર્યું છે. આ રિપોર્ટ ઈસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે. જેનું દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે ત્યારે સૌની નજર તેના પરની સ્થિતિ પર રહેલી છે.
એનઆરએસસીના રિપોર્ટના આધાર પર જ ઉત્તરાખંડ સરકાર જોશીમઠમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે અને જે વિસ્તારમાં વધારે ખતરો છે. ત્યાંના લોકોને પહેલા સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
Crown of the subsidence is located near #Joshimath-Auli road at a height of 2180 m. https://t.co/m1gwclzzog pic.twitter.com/nKnP6U4CWo
— All India Radio News (@airnewsalerts) January 13, 2023
આ સાથે જ એનઆરએસસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીનનો મામલો ધીમો હતો. આ સાત મહિનામાં જોશીમઠ 8.9 સેન્ટીમીટર જમીન નીચે આવી છે. પણ 27 ડિસેમ્બર 2022થી લઈને 8 જાન્યુઆરી 2023 સુધી એટલે કે, 12 દિવસમાં જમીન ધસવાની તીવ્રતા 5.4 સેન્ટીમીટર થઈ ગઈ છે. એટલે કે, ખાલી 12 દિવસમાં જોશીમઠને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો : જોશીમઠ મામલો: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો, કોર્ટે કહ્યું- દરેક કેસમાં અહીં આવવું જરૂરી નથી