ગુજરાતચૂંટણી 2022

મતદાનના પ્રથમ ત્રણ કલાકની ચૂંટણી પંચે આપી સંપૂર્ણ માહિતી

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે જે મતદાન અંગેની સંપૂર્ણ માહિતી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.

મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 યુનિટ પૈકી 33 બેલેટ યુનિટ એટલે કે 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા છે. 25,430 કંટ્રોલ યુનિટ પૈકી 29 કંટ્રોલ યુનિટ એટલે કે 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરાયા આ સાથે 25,430 વીવીપેટ પૈકી 69 વીવીપેટ એટલે કે 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી છે.

 ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય

19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત છે. મતદાનની 90 મિનિટ પહેલા ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે. આ મૉક પોલ દરમિયાન 140 બેલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ધોરાજીમાં બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસર ઝડપાતા રાજકીય ખળભળાટ

ઝોનલ વાઈઝ રિઝર્વ મશીન સેટ

ત્રણ કલાક દરમિયાન 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ છે. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Back to top button