અમદાવાદ: બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ક્યાંય અટવાય તો તેની મદદે પોલીસ આવશે
- 11 માર્ચથી ધોરણ -10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે
- જિલ્લાના 38382 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી ક્યાંય અટવાય તો તેની મદદે પોલીસ આવશે
ગાંધીનગરમાં બોર્ડની પરીક્ષાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જેમાં 53 કેન્દ્રો પરથી 38382 વિદ્યાર્થી પરિક્ષા આપશે. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. સુચારૂ સંચાલન માટે અધિકારીઓની નિમણુંક કરાઇ છે. કલેક્ટરે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ પરિક્ષાને ઉત્સવ માની તણાવમુક્ત બનીને પરીક્ષા આપે.
આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષા સમયે જ લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતા લાગુ પડશે
11 માર્ચથી ધોરણ -10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે
પરીક્ષાના સુચારૂ સંચાલન માટે આજરોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતીની બેઠક મળી હતી. જિલ્લાના 38382 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ માટે 53 કેન્દ્રો ઉભા કરાયા છે. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ વહીવટી તંત્રને ટીમવર્ક અને સામુહિક પ્રયાસોથી પરીક્ષા કાર્યને પરિણામલક્ષી બનાવવા અનુરોધ કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ માનીને તણાવમુક્ત બની પરીક્ષા આપવા જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે, આગામી 11 માર્ચથી ધોરણ -10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: બલ્ગેરિયન યુવતીના દુષ્કર્મ કેસમાં કેડીલા ગ્રુપના રાજીવ મોદીની મુશ્કેલી વધશે
વિદ્યાર્થીની મદદે પોલીસ આવશે : મોબાઇલ, સ્માર્ટ વોચ પર પ્રતિબંધ
પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી ક્યાંય અટવાય તો તેની મદદે પોલીસ આવશે. પરીક્ષા દરમિયાન આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે વિદ્યાર્થીને 100 નંબર ડાયલ કરવા જણાવાયુ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ, કેલક્યુલેટર, સ્માર્ટવોચ જેવી ડિવાઇસ પરીક્ષા કેન્દ્રમાં લઇ નહી જવા માટે અનુરોધ કરાયો છે.