ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી, ધસમસતા પાણી વચ્ચે વ્યક્તિને બચાવા મદદે આવી

Text To Speech

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલા રૈયા ગામમાં ભારે વરસાદને કારણે પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયેલા બાઇક સવારને રાજકોટ પોલીસે બચાવ્યો.જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વિડીયો જોઈને લોકો રાજકોટ પોલીસની આ સરાહનીય કામગીરીની તારીફ કરી રહ્યા છે.

રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી : વાહન ચાલક પાણીના પ્રવાહમાં તણાતા સહેજ રહી  ગયો, પોલીસ આવી વ્હારે, જુઓ Video...

રાજકોટ પોલીસ આવી રાહે

આ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસકર્મીઓનું સોશ્યલ મીડિયા પર લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે અને પોલીસની કામગીરીની જોરદાર પ્રશંસાઓ થઈ રહી છે. આ ઘટનાએ રાજકોટ પોલીસને સરાહનાની પાત્રતા આપી છે.રૈયા ગામમાં ભારે વરસાદના કારણે પાણીના જોરદાર પ્રવાહના કારણે એક બાઇક સવાર ફસાઇ જતાં લોકોના પણ ઘડીભર શ્વાસ થંભી ગયા હતા.

તેની પાસે કોઈની મદદ લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.પરંતુ સદનસીબે આ નિરાશાજનક પરિસ્થિતિમાં રાજકોટ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી એક આશાનું કિરણ બની આવી હતી.પોતાના જીવનું જોખમ માનીને રાજકોટ પોલીસ તુરંત પાણીના વહેણ તરફ દોડી ગઈ હતી.ભારે પ્રયત્નો પછી,તેઓએ બાઇક સવારને પાણીના ઊંડા અને ધસમસતા વહેણમાંથી બહાર કાઢીને સફળતાપૂર્વક જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, ઝડપી વાહન હંકારનારાઓ સામે કરી લાલ આંખ

Back to top button