મનોરંજન

હાસ્ય જગતમાં શોકનું મોજુ : રાજુશ્રી વાસ્તવ બાદ સુપરહિટ કોમેડિયન પરાગ કંસારાનું નિધન

Text To Speech

હાસ્ય જગત હજુ સુપરસ્ટાર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના મોતનાં શોકમાથી બહીર આવ્યુ નથી ત્યાં જ આજે વધુ એક હાસ્ય કલાકાર પરાગ કંસારાનુ આજે નિધન થયુ છે, જે હાસ્ય જગત માટે ખુબ જ દુ:ખદનાં સમાચાર છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી ફેમસ થનાર પરાગ કંસારાનુ હાર્ટએટેકનાં લીધે મૃત્યુ થયુ છે. તેના મિત્ર અને જાણીતા કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે.

hum dekhenge
કોમેડિયન પરાગ કંસારાના નિધન પર હાસ્ય કલાકાર સુનીલ પાલે શોક દર્શાવ્યો

કોમેડિયન સુનીલ પાલે વીડિયો શેર કરી આપી જાણકારી :

કોમેડિયન પરાગ કંસારાના નિધન પર હાસ્ય કલાકાર સુનીલ પાલે શોક દર્શાવ્યો છે. સુનીલ પાલે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક દેખાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, પરાગ ભૈયા હવે આ દુનિયામાં રહ્યાં નથી. અમારા લાફ્ટ ચેલેન્જના સાથી પરાગ કંસારા હવે આપણી વચ્ચે નથી. આ સમાચાર ખરેખર હૃદયને હચમચાવી નાખે તેવા છે. ખબર નથી કે કોમેડીની દુનિયાને કોની નજર લાગી ગઇ છે. હજી થોડા દિવસ પહેલા આપણે આપણા પ્રિય રાજુ ભાઈને ગુમાવી દીધા અને હવે ગ્રેટ કોમેડિયન પરાગ કંસારા આપણને છોડીને ચાલ્યા ગયા છે. સુનીલ પાલે દીપેશ ભાનને પણ આ વીડિયોમાં યાદ કર્યા હતાં.

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ થી જાણીતા બન્યા હતાં પરાગ :

પરાગ કંસારા સૌ પ્રથમ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે દેખાયા હતા. આ શો ભારતીય ટેલીવિઝનનો પહેલો એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટો મંચ આપવાનુ કામ કર્યુ હતુ. આ શો નવા-નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શો દ્વારા જ ઘર-ઘરમાં ઓળખ મળી હતી.

પરાગે થોડા દિવસ જ રાજુશ્રી વાસ્તવને યાદ કર્યા :

થોડા દિવસ પહેલા જ સુપરસ્ટાર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું મૃત્યુ થયુ ત્યારે પરાગે રાજુ ભાઈને યાદ કર્યા હતા. તેમણે રાજુ શ્રીવાસ્તવને યાદ કરતાં પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યુ હતુ કે, મિત્રો, દરેક જગ્યાએ સમય કરતાં પહેલાં પહોચવી જેમની ખાસિયત રહી છે, તેમણે..આજે ફરી સબિત કરી દિધુ અને ફરી અમારા કરતાં વહેલાં પહોચી ગયા, થોડા દિવસ, મહિના, વર્ષો,લેટ થઈ જતા તો કદાચ અમે પણ જીતી જતાં, અમે ફરી હારી ગયાં.- મિસ યુ રાજુ ભાઈ

આ પણ વાંચો: નકલ ઉતારીને મિમિક્રી કરનાર રાજુ શ્રીવાસ્તવ કેવી રીતે બન્યા ‘કોમેડી કિંગ’ ?

Back to top button