ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ફિફા વર્લ્ડ કપમાં છવાયો ‘કેપ્ટન કૂલ’નો રંગ : મેચ કરતાં નંબર-7 ની જર્સી થઈ વાયરલ

Text To Speech

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર ક્રિકેટને લઈને નહિ પરંતુ તેનાં ફૂટબોલ પ્રેમને લઈને પણ ઘણો પ્રખ્યાત છે. ધોની ક્રિકેટ સિવાય ઘણી વખત ફૂટબોલ રમતો અથવા જોતો જોવા મળે છે. ધોની સાથે તેના ફેન્સ પણ ફૂટબોલનાં દિવાના છે, આ જ ઊદાહરણ પૂરુ પાડતુ એક દ્રશ્ય ફિફા વર્લ્ડ કપ દરમ્યાન બ્રાઝિલ અને સર્બિયા વચ્ચેની મેચમાં જોવા મળ્યુ હતું.

આ પણ વાંચો : એક સમયનું કંગાળ ‘કતાર’ કેવી રીતે બન્યું અમીર ? સૌથી મોંઘા FIFA વર્લ્ડ કપનું આયોજન કરનાર દેશનો શું છે ઇતિહાસ?

Dhoni Fans - Hum Dekhenge News
Dhoni Fans –

ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરી ફૂટબોલ જોવા પહોંચ્યો ધોનીનો ફેન

મહેન્દ્ર સિંહ ધોનીની એક અલગ ફેન ફોલોઈંગ છે, તેના ફેન્સ ધોનીને પોતપોતાની સ્ટાઇલમાં સપોર્ટ કરતા જોવા મળે છે. કતારમાં ચાલી રહેલા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપની એક મેચમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્રાઝિલ અને સર્બિયા વચ્ચેની મેચ દરમિયાન એક ચાહકે ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરી હતી. મહત્વની વાત એ છે કે આ ફેને મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સી પહેરી હતી અને મેચ કરતાં નંબર-7 ની જર્સી વાયરલ થઈ હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર 

ચેન્નાઈ સુપરકિંગ્સે આ ફેન્સની જર્સી સાથે ટ્વિટર પર એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. વ્હિસલપોડુના ટ્વીટને ટાંકીને ચેન્નાઈ સુપર કિંગ્સે લખ્યું છે કે “આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધે પીળો રંગ જ છે.” ચેન્નાઈ સુપર કિંગ્સનો એક ચાહક બ્રાઝિલને સમર્થન આપવા માટે ચેન્નાઈની જર્સી પહેરે છે. આ દર્શાવે છે કે ફેન્સ ધોનીને સપોર્ટ કરવાનો કોઈ મોકો છોડતા નથી.

Back to top button