મનોરંજન

શનિવારે ‘ઝરા હટકે જરા બચકે’ના કલેક્શનમાં ઉછાળો આવ્યો, જાણો ફિલ્મે બીજા દિવસે કેટલા કરોડની કરી કમાણી

‘ઝરા હટકે જરા બચકે’ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે શરૂઆતના દિવસે સારું કલેક્શન કર્યું હતું. બીજી તરફ બીજા દિવસે પણ ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે. વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મે તેના શરૂઆતના દિવસે સારી કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ પછી વિકી કૌશલની બીજી સૌથી મોટી ઓપનર બની ગઈ છે.

ફિલ્મ 'જરા હટકે-જરા બચકે' ને પ્રથમ દિવસે મળ્યું સારું ઓપનિંગ, વિકી કૌશલ ના  નામે નોંધાયો આ રેકોર્ડ

સારા અલી ખાનની ‘જરા હટકે જરા બચકે’ ‘સિમ્બા’, ‘કેદારનાથ’ અને ‘લવ આજ કલ’ પછી ચોથી સૌથી મોટી ઓપનર બની છે. આ સાથે જ ફિલ્મની બીજા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. આવો જાણીએ શનિવારે ફિલ્મે કેટલી કમાણી કરી? લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં વિકી કૌશલ અને સારા અલી ખાનની ઓનસ્ક્રીન જોડી અદભૂત લાગી રહી છે.રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો, તેણે તેના પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ બિઝનેસ કર્યો હતો, હકીકતમાં ‘ઝરા હટકે જરા બચકે’એ તેની રિલીઝના પહેલા દિવસે 5.49 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો : પતિ વિક્રાંત રાજપૂત સાથે પૂલમાં જોવા મળી મોનાલિસા

તે જ સમયે, ફિલ્મની કમાણીના બીજા દિવસના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. જે મુજબ શનિવારે તેના કલેક્શનમાં ઉછાળો આવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ઈન્સ્ટાગ્રામ પર ‘ઝરા હટકે જરા બચકે’નો કલેક્શન રિપોર્ટ શેર કર્યો છે. જે મુજબ, રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 7.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 12.69 કરોડ રૂપિયા થઈ ગયું છે. બીજી તરફ, ફિલ્મનો બિઝનેસ સપ્તાહના અંતે વધુ તેજીની આશા છે અને તે 22 કરોડ સુધીનું કલેક્શન કરી શકે છે. ઈન્દોરમાં સેટ થયેલ, ઝરા હટકે ઝરા બચકે એક રોમેન્ટિક કોમેડી છે જેમાં વિકી કૌશલ અને સારા અલી ખાન એક પરિણીત યુગલ કપિલ અને સૌમ્યા તરીકે અભિનીત છે. ફિલ્મમાં કપિલ અને સૌમ્યા એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ કોઈ કારણસર તેમની વચ્ચે છૂટાછેડાની શક્યતા છે. આ પછી ઘણા ટ્વિસ્ટ આવે છે જે ખૂબ જ મનોરંજક હોય છે. આ ફિલ્મનું નિર્માણ મેડૉક ફિલ્મ્સ અને જીઓ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે

આ પણ વાંચો : ઓડિશા ટ્રેન અકસ્માતથી બોલિવૂડ પણ આઘાતમાં, અજયથી લઈને સની દેઓલે વ્યક્ત કર્યો શોક

Back to top button