ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ, જાણો તાપમાન કેટલા ડિગ્રી પહોચ્યું
- છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા શહેર ઠંડુગાર બન્યુ
- શહેરના તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે
- ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો તથા પશુપક્ષીઓની હાલત કફોડી
ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે. જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા શહેર ઠંડુગાર બન્યુ છે તેમાં શહેરના તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તથા ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો તથા પશુપક્ષીઓની હાલત કફોડી બની છે.
વાતાવરણની અસર રાજ્યના પાટનગર ગાંધીનગર ઉપર જોવા મળી
સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં લોકોને ઠંડી અનુભવવા મળી રહી છે. આમ તો ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ગાંધીનગર ઉપર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે નગરજનોને ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં 11.6 ડીગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.
શહેરના તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે
અચાનક લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી પાટનગરવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. તો ફરીથી અચાનક જ વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે. જેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી રહી છે. હાલમાં નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં આક્રમક ઠંડીની મોસમ જામી હોય તે પ્રકારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઠંડીએ પણ જોર પકડયું હોય તે પ્રકારે તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા શહેર ઠંડુગાર બન્યુ
છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. સવારનું તાપમાન 11.6 ડિગ્રીએ જ્યારે સાંજનું તાપમાન 31.4 ડિગ્રી આવીને અટકી ગયું છે. એક જ દિવસમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધઘટ થવાના કારણે નગરજનો આક્રમક બની રહેલી ઠંડીમાં થરથરી રહ્યા છે. ઠંડીમાં ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો તથા પશુપક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે. આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ પાટનગરવાસીઓને સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો કરવો પડયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: બે અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં 1.520 કિલો સોનાનું ગુપ્ત દાન આપ્યું