ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના શહેરોમાં ઠંડીનો પારો ગગડયો, માઉન્ટ આબુનુ તાપમાન જાણી રહેશો દંગ

Text To Speech
  • અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી થયુ
  • ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન રહેતા ઠંડી વધી
  • બે દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ગગડયું

ગુજરાતના શહેરોમાં ઠંડીનો પારો ગગડયો છે. તેમજ માઉન્ટ આબુનુ તાપમાન શૂન્ય થયુ છે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. જેમાં પ્રથમ વખત નલિયા 9.2 ડીગ્રીએ ઠુઠ્વાયું છે. તેમજ અમદાવાદમાં 16.2, ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન રહેતા ઠંડી વધી હોય તેવો એહેસાસ થયો છે.

માઉન્ટ આબુનુ તાપમાન શૂન્ય રહ્યું છે

ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુનુ તાપમાન શૂન્ય રહ્યું છે. તેમજ ડીસા 14.0 ડિગ્રી, ભુજ 14.8 ડિગ્રી, કંડલા 12 ડિગ્રી , કેશોદ 14.2 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, ભાવનગર 17.9 ડિગ્રી સુરત 19.4 ડિગ્રી , વડોદરા 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત ગગડતાં હવે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. બે દિવસથી કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુગાર રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયુ હતુ. બીજી તરફ અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલુ ગગડયું છે, છતાં સામાન્ય કરતાં અઢી ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.

શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી થયુ

શહેરમાં શનિવારના રોજ લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ હતુ જ્યારે મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયુ હતુ. રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી થયુ છે, જ્યારે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી થયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરમાં હવે ધીમેધીમે શિયાળાની સિઝન જમાવટ થઈ રહી છે. અત્યાર સુધીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી ઓછુ અને લઘુત્તમ તાપમાન પણ 4થી 7 ડિગ્રી વધુ નોંધાતુ હતુ. જેના કારણે દિવસ દરમિયાન ઠંડક અને રાત્રે તેમજ વહેલી સવારે જે ઠંડીનો અહેસાસ થવો જોઈએ એ થતો નહોતો. જોકે જાહેર કરાયેલા આંકડા મુજબ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન 0.2 ડિગ્રી ઓછુ નોધાયું છે.

Back to top button