- રાજકોટમાં 15.4 ડિગ્રી, અમરેલીમાં 17.2 ડિગ્રી તાપમાન
- રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે
- આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત
ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તથા હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે. કમોસમી વરસાદની હાલ પૂરતી કોઈ આગાહી નથી. પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી
રાજકોટમાં 15.4 ડિગ્રી, અમરેલીમાં 17.2 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 18.3 ડિગ્રી , ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. આગામી 4 દિવસ બાદ વાતાવરણ ખુલ્લું થશે. તથા 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તથા ગાંધીનગરમાં 18.0 ડિગ્રી, વડોદરામાં 17.4 ડિગ્રી સાથે ભુજ અને રાજકોટમાં 15.4 ડિગ્રી, અમરેલીમાં 17.2 ડિગ્રી તાપમાન છે. પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 17.4 ડિગ્રી તાપમાન છે. તેમજ આવનારા દિવસોમાં હજુ તાપમાન ઘટવાની આગાહી છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે.
રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે
રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પંચમહાલના દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 દિવસ બાદ વાતાવરણ ખુલ્લું થતાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. બે દિવસ અગાઉ રાજ્યમાં ચોમેર જોવા મળેલા માવઠા બાદ હવે ઠંડીએ જોર પકડતાં ઠંડી પણ વધી છે. સાથે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ માવઠાને કારણે દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું.