મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ ભ્રષ્ટાચારીઓ સામે CMની મોટી કાર્યવાહી


ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ બ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે સીએમએ ચાર્જ સંભાળતા જ મોટો નિર્ણય લીધો હતો. જે અંગે તેમણે જણાવ્યુ હતુ કે તાકેદારી આયોગના સંદર્ભના કેસોમાં તેમજ પડકતર કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને લઈને પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતનો સમગ્ર શ્રેય પીએમ મોદીએ આ નેતાને આપ્યો
ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી
ગુજરાતના નાથ તરીકે અગાઉના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી જવાબદારી સોંપાઈ છે. ત્યારે ભુપેન્દ્ર પટેલે મંગળવારે જ સીએમ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે પદગ્રહણ કરતા જ સીએમ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે અનેક મંત્રીઓને તેમના ખાતા સોંપી કામગીરી પણ સોંપી દેવામાં આવી છે.
ત્યારે તમામ કામગીરીને આધારે ગુજરાત સીએમએ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલે મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળી લીધો છે ત્યારે આ અંગે મોટી કાર્યવાહી કરતા તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને પરિપત્ર પણ જાહેર કર્યો છે. તેમજ પડતર કેસોની વિગતો કોમ્પ્યુટરાઈ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.