નવસારી પર હાઈવે બંધ થવાના કારણે અમદાવાદથી લઈ કચ્છ સુધી વેપારને થઈ અસર
જે રીતે નવસારીમાં વરસાદની સ્થિતિ બની રહી તેના કારણે વેપારીઓને પણ મોટી અસર થઈ રહી છે. દેશની જીવાદોરી અને તેમાં પણ અમદવાદથી મુંબઈને જોડી દિલ્હી સુધી પહોંચતા માર્ગ પર આ રીતે હાઈવે બંધ થઈ જવાના કારણે ઘણાં કન્સાઈનમેન્ટ રસ્તા પર અટવાઈ ગયા છે. તેમજ હાઈવે પર હાલ શરૂ તો થયો છે પણ લાંબી લાઈનો લાગવના કારણે અમદાવાદના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ મુશ્કેલી થઈ રહી છે.
અમદાવાદથી મુંબઈ તરફ જતાં કેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ઉદ્યોગની આઈટેમ્સ, કૃષિ ઉપજનો મુંબઈ તરફ લઈ જવા ઉપડેલી હજારો ટ્રક્સ રસ્તામાં અટકી ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના મુકેસ દવેનું કહેવું છે. તેથી જ મુંબઈ અને વાપી તરફ જતાં તમામ વાહનોને રોકી દેવાની સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારીમાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર પાણી ભરાવાને કારણે ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ
NH-48 પર ચીખલી આલીપોરથી હાઈવે બંધ @collectorsurat @collectorvalsad @pkumarias @CMOGuj @CRPaatil #GujaratFloods #GujaratRains pic.twitter.com/SBqmNu2R05— Hum Dekhenge News (@humdekhengenews) July 14, 2022
બીજીતરફ કચ્છમાં ભારે વરસાદ પડતા કચ્છથી લિગ્નાઈટ લઈને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં લિગ્નાઈટનો સપ્લાય પહોંચાડતી રોજ નીકળી 1500 જેટલી ટ્રકો નીકળી શકતી જ નથી. આમ કચ્છનો ગુજરાત સાથેનો વહેવાર પણ ભારે વરસાદને કારણે સીમિત થઈ ગયો છે. બોડેલી, રાજપીપળા, નસવાડી અને ડભોઈના રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાથી આ વિસ્તારોમાંથી પણ માલ લઈ જતી ટ્રકો ફસાઈ છે. તેમ જ વાહનોની અવરજવરમાં તકલીફ પડી રહી છે.
સાપુતારા, વઘઈ અને ધરમપુરમાં 11 થી 15 ઇંચ જેટલો વરસાદ પડતા સિલવાસા પાસેનો મધુબન ડેમ છલકાઈ ગયો છે. જેમાં કચ્છથી લિગ્નાઈટ લઈને આવતી ટ્રકો પણ અટકી પડી છે. તેના પાણી પણ આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. તેથી પણ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.