કળિયુગની ચરમસીમા? વિદ્યાર્થીએ શિક્ષકની ખુરશી નીચે મૂક્યો બોંબઃ જાણો સંસ્કારને લજવતી ઘટના વિશે
હરિયાણા, ૧૪ નવેમ્બર, હરિયાણાની એક સરકારી શાળાના બાળકોએ ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે. બાપોડાની શાળામાં બોમ્બ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 13 વિદ્યાર્થીઓને સાત દિવસ માટે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જો આ વિદ્યાર્થીઓએ તેમની ફોર્મ્યુલાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો હોત તો તેમને પ્રોત્સાહન મળત, પરંતુ તેઓને દુરુપયોગની સજા મળી છે.
હરિયાણાના ભિવાનીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સરકારી શાળાના બાળકોએ શાળામાં ખૂબ જ ખતરનાક કૃત્ય કર્યું. બાળકોએ તેમના સાઈન ટીચરની ખુરશી નીચે ફટાકડા જેવો બોમ્બ મૂક્યો. જિલ્લાના બાપોડા ગામની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળામાં રસાયણશાસ્ત્રના શિક્ષકની ખુરશી પર બોમ્બ વિસ્ફોટના મામલામાં શિક્ષણ વિભાગે ખુલાસો કર્યો છે. આ વિદ્યાર્થીઓએ ઈન્ટરનેટ પરથી બોમ્બ બનાવવાની રીત શીખી હતી. એક વિદ્યાર્થીએ શિક્ષકની ખુરશી નીચે બોમ્બ મૂક્યો અને બીજાએ રિમોટ દબાવ્યું હતું. આ દરમિયાન મહિલા શિક્ષિકા ઈજાથી બચી ગઈ હતી. હવે શિક્ષણ વિભાગે આ મામલે કાર્યવાહી કરીને આરોપી વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુક્યા છે.
આ મામલે બુધવારે ડીઇઓ નરેશ મહતા સહિત અનેક શિક્ષણ અધિકારીઓ બાપોડા ગામે પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં પીડિત શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર હતા. DEO નરેશે જણાવ્યું હતું કે જો આ વિદ્યાર્થીઓએ તેમના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોત, પરંતુ તેઓને દુરુપયોગ માટે સજા કરવામાં આવી છે. આ કેસમાં સાયન્સ ફેકલ્ટીના 13 વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી હતી. આ વર્ગમાં 15 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ઘટનાના દિવસે બે વિદ્યાર્થીઓ રજા પર હતા અને વર્ગમાં હાજર તમામ 13 વિદ્યાર્થીઓ આ કાવતરામાં સામેલ હતા.
ડીઈઓએ આ સમગ્ર પ્રકરણની તપાસ માટે સંબંધિત શાળાના આચાર્ય પાસેથી ખુલાસો માંગ્યો હતો અને બીઈઓ શિવકુમારને તપાસની જવાબદારી સોંપી હતી. આ કેસમાં શાળાના જ 13 વિદ્યાર્થીઓની સંડોવણી બહાર આવી છે. જોકે, વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું કે આ ઘટના બાદ બાળકો પણ પરેશાન થઈ ગયા હતા અને તેઓ ખાવાનું પણ ખાતા ન હતા. બુધવારે શિક્ષણ વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી અને આરોપી વિદ્યાર્થીઓ પર એક્શન લીધા હતા.
આ પણ વાંચો…ઓમ બિરલાની IAS પુત્રીના લગ્નની ચર્ચાઓ: જાણો શું છે હકીકત