અમદાવાદટ્રેન્ડિંગધર્મ

જય જગન્નાથના નારા સાથે ગુંજશે શહેરઃ જાણો રથયાત્રાનો રૂટ

  • અષાઢી બીજે નીકળશે 146મી રથયાત્રા
  • મંગળા આરતીમાં જોડાશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
  • સીએમ ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરાવશે

અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજે રથયાત્રા નીકળશે. 20 જુન, મંગળવારના રોજ 146મી રથયાત્રા નીકળવા જઇ રહી છે. રથયાત્રા આડે હવે માત્ર ચાર દિવસ બાકી હોઇ જમાલપુરના જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે  મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જોડાશે. ત્યારબાદ સીએમ ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

આ વખતની રથયાત્રા ખાસ હશે, કેમકે ગયા વર્ષે કોરોના મહામારીનો થોડો ડર હતો અને એવા સંજોગોમાં માસ્ક સાથે રથયાત્રા કઢાઇ હતી. એ પહેલાના વર્ષે કોરોના મહામારી વકરતા રથયાત્રા માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફેરવાઇ હતી.

 

જય જગન્નાથના નારા સાથે ગુંજશે શહેરઃ જાણો રથયાત્રાનો રૂટ hum dekhenge news

રથયાત્રા 2023માં શું છે ખાસ?

આ વખતે રથયાત્રામાં 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. 18 શણગારેલા ગજરાજ સાથે જ 101 ભારતીય સંસ્કૃતિની પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે. રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા પરંપરાગત માર્ગો પર નીકળશે. અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે.
રથયાત્રામાં 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડી તેમજ 2 લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે.

જય જગન્નાથના નારા સાથે ગુંજશે શહેરઃ જાણો રથયાત્રાનો રૂટ hum dekhenge news

ભગવાન મોસાળેથી ક્યારે આવશે?

ભગવાન હાલ સરસપુર મોસાળમાં છે. 18 જૂનના રોજ રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બપોરે સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન થશે. સોમવારે ભગવાનનો સોનાવેશ શણગા ત્યારબાદ પૂજન વિધિ અને મંદિર પ્રાંગણમાં રથપૂજા થશે. સાંજે વિશિષ્ટ સંધ્યા આરતી યોજાશે

જય જગન્નાથના નારા સાથે ગુંજશે શહેરઃ જાણો રથયાત્રાનો રૂટ hum dekhenge news

જાણો રથયાત્રાનો રૂટ

સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે.
9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
9.45 વાગ્યે રાયપુર ચકલા
10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
11.15 વાગ્યે કાલુપુર સર્કલ
12 વાગ્યે સરસપુર
બપોરે મોસાળમાં વિરામ
1.30 વાગ્યે સરસપુરથી પરત
2 વાગ્યે કાલુપુર સર્કલ
2.30 વાગ્યે પ્રેમ દરવાજા
3.15 વાગ્યે દિલ્હી ચકલા
3.45 વાગ્યે શાહપુર દરવાજા
4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
5 વાગ્યે ઘી કાંટા
5.45 વાગ્યે પાનકોર નાકા
6.30 વાગ્યે માણેકચોક
8.30 વાગ્યે નિજ મંદિર પરત ફરશે

આ પણ વાંચોઃ બિપોરજોયનો હવે રાજસ્થાનમાં ખતરો ! જાણો- ગુજરાતમાં કેટલું નુકસાન !

Back to top button