અમદાવાદમાં આ રથયાત્રામાં શહેર પોલીસ નવી ટેક્નોલોજીથી રાખશે બાજ નજર


- હિલિયમ બલૂન ડ્રોનનો ઉપયોગ આ વર્ષે રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ કરશે
- ખાસ મોનિટરિંગ કરી શકાય તેવા એક્સપર્ટને આ માટે તૈનાત કરવામાં આવ્યા
- રથયાત્રા આગામી 7 જૂલાઇએ નગરચર્યાએ નિકળવાની છે
અમદાવાદમાં આ રથયાત્રામાં શહેર પોલીસ નવી ટેક્નોલોજીથી બાજ નજર રાખશે. જેમાં બે વર્ષ પહેલાં બલૂન ડ્રોન સિસ્ટમ ફેઇલ થઈ હતી. તેથી નાઇટ્રોજન બલૂન બ્લાસ્ટ થતાં હોવાથી આ વખતે હિલિયમ બલૂનનો ઉપયોગ કરાશે. આ બલૂન ડ્રોનથી ક્રાઇમ બ્રાન્ચ સેન્સેટીવ પોઇન્ટ તેમજ ભગવાનના રથની સાથે સાથે મુવમેન્ટ કરશે.
રથયાત્રા આગામી 7 જૂલાઇએ નગરચર્યાએ નિકળવાની છે
રથયાત્રા આગામી 7 જૂલાઇએ નગરચર્યાએ નિકળવાની છે ત્યારે આ વર્ષે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાનું મોનિટરીંગ કરવા માટે હિલિયમ બલૂન ડ્રોનનો ઉપયોગ કરશે. આ બલૂન ડ્રોન પાંચ કિલોમિટર સુધી ક્લિયર રીતે મોનિટરીંગ કરી શકશે. ત્રણ વર્ષ અગાઉ પણ બલૂન ડ્રોનનો ઉપયોગ પોલીસે રથયાત્રામાં કર્યો હતો ત્યારે ભીડભાડ વાળી જગ્યાએ નેટવર્ક જામ થઇ જતુ હોવાથી ડ્રોનની સિસ્ટમ ફેલ થઇ હતી. પરંતુ આ વખતે તેવો કોઇ ઇશ્યુ ન આવે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાઇટ્રોજન બલૂન ગરમીના કારણે બ્લાસ્ટ થતુ હોય છે આથી હિલિયમ બલૂનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ છે.
હિલિયમ બલૂન ડ્રોનનો ઉપયોગ આ વર્ષે રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ કરશે
ભારતીય સેના પાકિસ્તાન, ચીન અને નેપાળ બોર્ડર પર સર્વેલન્સ માટે હિલિયમ બલૂન ડ્રોનનો ઉપયોગ કરે છે તે બલૂન ડ્રોનનો ઉપયોગ આ વર્ષે રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ કરશે. આ બલૂન ડ્રોનથી ક્રાઇમ બ્રાન્ચ સેન્સેટીવ પોઇન્ટ તેમજ ભગવાનના રથની સાથે સાથે મુવમેન્ટ કરશે અને પાંચ કિલોમીટર સુધી ડ્રોન ક્લિયર મોનિટરિંગ કરશે. આ બલૂન ડ્રોન 300 મીટરની ઉંચાઇથી ચારે તરફ્ હાઈ રિઝોલ્યુશન કેમેરા નાઈટ વિઝન ફોકસ હોય તેવા લેન્સ અને તેને ખાસ મોનિટરિંગ કરી શકાય તેવા એક્સપર્ટને આ માટે તૈનાત કરવામાં આવ્યા છે.