ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીના CISF યુનિટ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હેઠળ થયું સફાઈકાર્ય

Text To Speech

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંઘની ઉપસ્થિતિમાં SoU અને તેની આસપાસના વિસ્તારમાં સફાઇકાર્ય કરવામાં આવ્યું

સ્વચ્છતા અભિયાન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) યુનિટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરમાં સ્વચ્છતા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનભાગીદીરીથી શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાન આજે જન આંદોલન બન્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અભિયાન-2023’ ને અનુલક્ષીને દેશભરમાં વિવિધ સફાઈકાર્યની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સફાઈકાર્યો કરવામાં આવી રહ્યા છે.

કેવડિયા સ્વચ્છતા-HDNews
કેવડિયા સ્વચ્છતા

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંઘના નેતૃત્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટર શ્રી શૈલેન્દ્ર સિંઘ અને સબ ઇન્સ્પેક્ટર મૃત્યુંજય કુમાર સિંઘ પણ આ સફાઇકાર્ય દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને સફાઇ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આ સ્વચ્છતા ઝુંબેશમાં વિસ્તારના સ્થાનિકો અને પ્રવાસીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. આમ, જનભાગીદારી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સફાઈકાર્ય હાથ ધરાયું હતું.

કેવડિયા સ્વચ્છતા-HDNews
કેવડિયા સ્વચ્છતા

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંઘે જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ નો સંદેશ આપ્યો હતો. તેઓના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું. આજે આ અભિયાને સ્વચ્છતાને લઇને લોકોમાં જાગૃતિ લાવી છે, અને સ્વચ્છતા અભિયાન એક જન આંદોલન બન્યું છે.

કેવડિયા સ્વચ્છતા-HDNews
કેવડિયા સ્વચ્છતા

ગઈકાલે એક સમય, એક કલાક, એક સાથે કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને વિવિધ રાજ્યમાં મુખ્યપ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ તેમજ કેટલાક સેલિબ્રિટી તથા અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ ગાંધીનગરથી દિલ્હી સુધી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ભાજપ-એનડીએના નેતાઓ

Back to top button