મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવી


મોડાસા, 02 સપ્ટેમ્બર 2024, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસુત્રી આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલ ગણેશોત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલ ગણેશ સ્થાપનાનો સંદેશ આપ્યો.
ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે. ગણેશોત્સવ નજીક આવી રહેલ હોઈ રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા.
દરેક બાળકે ખૂબ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી. જે આવી રહેલ ગણેશોત્સવ દરમ્યાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે. સાથે સાથે પીઓપી ની મૂર્તિઓથી પાણી દુષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવા સંદેશ માટે આ આયોજન કરવામાં આવ્યું.કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલના માર્ગદર્શનમાં આ આયોજન કરાયું.આ અભિયાનના પંકજભાઈ પ્રજાપતિ, હેમંતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, કિરણબેન ભાવસાર, મધુબેન પ્રજાપતિ વિગેરે પ્રશિક્ષકોએ બાળકોને શીખવાડવા જહેમત ઉઠાવી.
આ પણ વાંચોઃબનાસકાંઠા: આવતીકાલે દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું થશે લોકાર્પણ