ગુજરાતટોપ ન્યૂઝ

જંત્રી અંગે બિલ્ડર્સ સાથેની મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ, આ મુદ્દા પર સરકાર કરી શકે છે વિચારણા

Text To Speech

ગુજરાતમાં જંત્રીમાં થયેલા વધારા અંગે આખરે સરકાર ફેર વેચાર કરવા તૈયાર થાય તેવું બિલ્ડરો સાથેની મીટિંગ બાદ લાગી રહ્યું છે. આજે જ્યારે એક તરફ નવી જંત્રી લાગુ થઈ છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં સરકારની સાથે બિલ્ડર્સની અને મુખ્યમંત્રીની મહત્વની બેઠક થઇ છે. ક્રેડાઈ અને બિલ્ડર્સની બેઠક બાદ સરકારની વધુ એક બેઠક યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રી સાથે અધિકારીઓની બેઠકમાં મુખ્યસચિવ રાજ કુમાર, મુકેશ કુમાર હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Humdekhengenews

આજે બેઠક બાદ બિલ્ડર મુખ્યમંત્રીના પ્રતિભાવને સકારત્મક રીતે જોઇ રહ્યા છે. અને તેમનું કહેવું છેકે, અમારી માગણીઓ પર વિચાર કરશે. સરકાર સાથે અધિકારીઓની હાજરીમાં બેઠક થઇ છે. તેમજ સરકારે અમે રજૂઆતો કરી છે તેની નોંધ લીધી છે. તેમજ જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માંગ છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજૂઆત કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને મહેસુલ સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Humdekhengenews

આ પણ વાંચો : જંત્રીમાં વધારા અંગે બિલ્ડર એસોસિએશનની મીટિંગમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

આ તરફ સરકાર તરફથી મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ સુત્રના જણાવ્યા અનુસાર બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અનેક સિનિયર અધિકારીઓ હાજર રહ્યા છે. જેના બાદ જંત્રીના દરમાં રાહત આપવા અને અમલ પાછો ઠેલવા અંગે વિચારણા થઈ શકે છે. તેમજ બપોર સુધીમાં કોઈ નિર્ણય થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા

Back to top button