રાજ્યના નાગરિકોને હાલાકી ન પડે તે માટે મુખ્યમંત્રીએ લીધો આ નિર્ણય


રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા ઉદાર અભિગમથી તેમણે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ 62 નગરપાલિકાઓના રોડ રિસરફેસીંગ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકની નગરપાલિકાઓને વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.
આ પણ વાંચો: PM મોદીની રાજસ્થાનમાં સભા થશે પડઘા ગુજરાતમાં પડશે, જાણો કેમ
મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વધારાની ગ્રાન્ટ ફાળવાશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તદઅનુસાર, અમદાવાદ પ્રદેશની 8 નગરપાલિકાઓને 8 કરોડ 86 લાખ, વડોદરા પ્રદેશની 12 નગરપાલિકાઓને રૂ.10 કરોડ, સુરત પ્રદેશની 10 નગરપાલિકાઓ માટે 16 કરોડ 30 લાખ, રાજકોટ આર.સી.એમ હસ્તકની 15 નગરપાલિકાઓ માટે 45 કરોડ 39 લાખ, ભાવનગર પ્રદેશની 13 નગરપાલિકાઓને 15 કરોડ 1 લાખ તેમજ ગાંધીનગરની 4 નગરપાલિકાઓને રૂ.1 કરોડ 86 લાખની ગ્રાન્ટ ફાળવવા અનુમતિ આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, બાયોડેટા આપવા માટે એક માત્ર ક્રાઇટ એરિયા
માર્ગોને થયેલા નુકશાનની તત્કાલ મરામત
રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન નગરોના માર્ગોને થયેલા નુકશાનની તત્કાલ મરામત માટે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં 156 નગરપાલિકાઓને કુલ 99.60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. હવે નગરપાલિકાઓમાં રસ્તાઓને થયેલા ખરેખર નુકશાનની વિગતો મેળવીને 62 નગરપાલિકાઓ માટે વધારાની કુલ 97.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી કરી છે.