ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો

Text To Speech

ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઇ છે. તેવામાં મુખ્યમંત્રીએ ઉકાઇ જળાશય યોજનાના 16 હજાર અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવામાં આવશે.

 

આ પણ વાંચો: દિવાળીના તહેવારો શરૂ થતા ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

કુલ 18,232 એકર જમીન જૂની શરતમાં ફેરવાશે

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ઉકાઈ જળાશય યોજનાના 16,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં અંદાજે 50 વર્ષ પહેલાં નવી શરતે ફાળવાયેલી કુલ 18,232 એકર જમીન જૂની શરતમાં ફેરવાશે. ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલાં અસરગ્રસ્તોને નવી શરતે
ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઉકાઈ જળાશયમાં ડૂબમાં ગયેલ તાપી જિલ્લાના અસરગ્રસ્તોને તા-30/07/72ના રોજ રહેણાક તથા કોઢારાના હેતુ માટે બિનતબદીલ
અને અવિભાજય સત્તા પ્રકારથી આ જમીન ફાળવવામાં આવી હતી. આના પરિણામે અસરગ્રસ્તો બેન્ક તરફથી લોન, બોજો કે ખરીદ વેચાણના દસ્તાવેજ કરી
શકતા ન હતા.

આ પણ વાંચો: BJPએ ઉમેદવારોની પસંદગી માટે વિધાનસભા પ્રમાણે ગોઠવ્યા ‘સિક્રેટ મેન’

16,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને લાભ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને હવે આવા અસરગ્રસ્તો પોતાની ડૂબમાં ગયેલી જમીનના બદલામાં તેમને ફાળવાયેલી જમીન ખાસ કિસ્સામાં કોઈ પણ પ્રિમિયમ વસૂલ કર્યા વિના જૂની શરતમાં તબદીલ કરી આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ 16,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવયેલી જમીન જૂની શરતમાં ફેરવાતા તેઓ જમીન/મકાન/પ્લોટ ઉપર તેઓ ધિરાણ મેળવી શકશે અને તેનું ખરીદ-વેચાણ પણ કરી શકશે.

એક જનહિતકારી નિર્ણય લીધો

મુખ્યમંત્રીએ છેવાડાના માનવીની જરૂરીયાતોને સમજી તેને અનુરૂપ અને જનહિતકારી કાર્યપદ્ધતિ અપનાવવાનો અને લોકહિત નિર્ણયોનો અભિગમ હંમેશાં દાખવ્યો છે. એ શ્રૃંખલામાં વધુ એક જનહિતકારી નિર્ણય લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉકાઈ જળાશય યોજનાના હજારો અસરગ્રસ્તોને વધુ સરળતા કરી આપી છે.

Back to top button