T20 વર્લ્ડ કપમાં હાર બાદ ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિ બરખાસ્ત કરાઈ
ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે મોડી સાંજે BCCIએ ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિને હટાવી દીધી છે અને તેણે રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ તેની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું કે પસંદગીકારોની પાંચ જગ્યાઓ ખાલી છે. T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બોર્ડે પસંદગી સમિતિને હટાવવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. જે બાદ ઘણા ખેલાડીઓની પસંદગીને લઈને સવાલો ઉભા થયા હતા.
અરજી માટેના નિયમો શું છે?
પસંદગીકારના પદ માટે અરજી કરવા માટે, ઓછામાં ઓછી સાત ટેસ્ટ મેચો અથવા 30 ફર્સ્ટ-ક્લાસ અથવા 10 ODI સાથે 20 ફર્સ્ટ-ક્લાસ મેચોનો અનુભવ જરૂરી છે. અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થયેલ હોવો જોઈએ. કોઈપણ વ્યક્તિ કે જે કુલ પાંચ વર્ષના સમયગાળા માટે કોઈપણ ક્રિકેટ સમિતિ (બીસીસીઆઈના નિયમો અને વિનિયમોમાં વ્યાખ્યાયિત મુજબ) ના સભ્ય રહી હોય તે પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર રહેશે નહીં. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે. તે દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં અરજીઓ સબમિટ કરવાની રહેશે.