ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની આ પાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેન માત્ર શોભાના ગાંઠિયા

  • પાલિકાની દર ત્રણ માસે યોજાતી સામાન્યસભામાં બારોબાર વિકાસના કામો લઇને મંજૂર
  • કમિટિઓના ચેરમેન તથા કમિટિના સભ્યો માત્ર શોભાયમાન જેવી સ્થિતિ છે
  • નડિયાદ પાલિકામાં કુલ 52 પૈકી 47 સત્તાપક્ષના કાઉન્સીલર અને પાંચ કાઉન્સીલરો વિપક્ષ

નડિયાદ નગર પાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનની સ્થિતિ માત્ર શોભાના ગાંઠિયા જેવી છે. જેમાં કમિટીને મળેલી સત્તાની અવગણના થતી હોવાની રાવ છે. મોટાભાગની કમિટીઓની બેઠક મળ્યા વિના સામાન્યસભા મંજૂર થતાં કામોનો આક્ષેપ છે. તથા નગરપાલિકામાં મોટાભાગની કમિટિઓની બેઠક બોલાવવામાં આવતી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં કુપોષિત મહિલાઓમાં વધારો થયો, કરોડો રૂપિયાનું પોષણ અભિયાન પાણીમાં ગયું 

પાલિકા દ્વારા વિવિધ 18 કમિટિઓની રચના કરાઇ છે

નડિયાદ શહેરમાં પ્રજાકિય વિકાસના કામો થાય તે માટે પાલિકા દ્વારા વિવિધ 18 કમિટિઓની રચના કરાઇ છે. પરંતુ નગરપાલિકામાં મોટાભાગની કમિટિઓની બેઠક બોલાવવામાં આવતી નથી. પાલિકાની દર ત્રણ માસે યોજાતી સામાન્યસભામાં બારોબાર વિકાસના કામો લઇને મંજૂર કરી દેવામાં આવે છે. જેથી કમિટિઓના ચેરમેન તથા કમિટિના સભ્યો માત્ર શોભાયમાન જેવી સ્થિતિ છે. અને કમિટિને મળેલી સત્તાની અવગણના થઇ રહી છે. તેમ છતાં કમિટિના ચેરમેન અને સભ્યો પાલિકામાં અવાજ ઉઠાવવાના બદલે મૌન રહીને કમિટિના હોદ્દાનો આનંદ માણી રહ્યા છે. તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: ત્રણ વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુનાનો આંકડો જાણી રહેશો દંગ 

છેલ્લા ઘણા સમયથી મોટાભાગની કમિટિઓની બેઠક પાલિકામાં યોજાઇ નથી

નડિયાદ નગરપાલિકાના એક કાઉન્સીલરે જણાવ્યું હતું કે, શહેરના નગરજનોની સુખાકારી માટેના વિકાસના કામો તેમજ તેમની મુશ્કેલીઓનું નિરાકરણ સત્વરે થઇ શકે તે માટે પાલિકાના નિયમ મુજબ વિવિધ કમિટિઓની રચના કરવામાં આવે છે. આ કમિટિઓમાં ચેરમેન તથા નક્કી કરેલ સભ્યો હોય છે. પાલિકામાં પ્રમુખ દ્વારા બે વર્ષ પૂર્વે વિવિધ 18 કમિટિઓના ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં 8 કમિટિઓના ચેરમેન તરીકે મહિલા કાઉન્સીલરો છે. નિયમ મુજબ પ્રજાકિય જેતે વિકાસના કામો જે તે કમિટિની બેઠકમાં મંજૂર થયા ત્યારબાદ કોરોબારી બેઠક દ્વારા બહાલી આપ્યા બાદ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવાની પ્રક્રિયા હોય છે. પરંતુ 18 કમિટિઓ પૈકી મોટાભાગની કમિટિઓની બેઠક થયા વિના બારોબાર વિકાસના કામો સામાન્ય સભામાં લઇને મંજૂરી કરવાની પ્રક્રિયાથી કમિટિના સભ્યોમાં છૂપો રોષ પ્રગટેલો હોવાછતાં રાજકિય પ્રેશરના કારણે મૌન રહેવામાં મુનાસીબ માની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મોટાભાગની કમિટિઓની બેઠક પાલિકામાં યોજાઇ નથી. કમિટિઓના ચેરમેન અને કમિટિના સભ્યોની સ્થિતિ માત્ર શોભાયમાન જેવી થઇ ગઇ છે. કમિટિના ચેરમેનને કોઇ રસ નથી તેમ દેખાય છે. તેવા આક્ષેપો કરાયા હતા.

આ પણ વાંચો: જુનિયર કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ કરનારને થશે 3થી 10 વર્ષની જેલની સજા 

કમિટીને વિશ્વાસમાં લેવામાં આવતી નથી

નડિયાદ પાલિકામાં કુલ 52 પૈકી 47 સત્તાપક્ષના કાઉન્સીલર અને પાંચ કાઉન્સીલરો વિપક્ષ છે. કમિટિને વિશ્વાસમાં લીધા વિના બારોબાર સામાન્યસભામાં કામો લઇને મંજૂર કરી દેવાય છે. બહુમતિના કારણે સામાન્ય સભા પણ ગણતરી સેકન્ડોમાં પૂર્ણ કરી દેવાય છે. પાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેન મૌન રહેવાથી તેમને મળેલ સત્તાનો લાભ અન્ય ઉઠાવે છે. તેવા આક્ષેપ થયા છે.

મોટાભાગના ચેરમેનનો સંપર્ક કરતાં 3-4 બેઠકો બોલાવી

પાલિકાની વિવિધ કમિટિઓ પૈકી મોટાભાગની કમિટિના ચેરમેનનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર 3-4 બેઠકો બોલાવી છે. અમો બેઠક બોલાવ્યા વિના કમિટિના મેમ્બર સાથે ચર્ચાઓ કરીને વિકાસના કામોના ઠરાવ કરીને કારોબારીને મોકલી આપવામાં આવે છે.

Back to top button