ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ટાટા કંપનીના ચેરમેન રતન ટાટાને પીએમ મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્તી કરી મોટી જવાબદારી સોંપી છે. મળતી માહિતી મુજબ ટાટા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેનને રાષ્ટ્રીય પીએમ કેર ફંડના નવા ટ્ર્સ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે રતન ટાટાની સાથે સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસન અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન:
અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે.
પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય:
મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સિતારમન પણ હાજર રહ્યા હતા.આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ નવા ટ્રસ્ટીઓનુ સ્વાગત કર્યુ હતુ. 2020ના કોરોના કહેર વખતે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, નવા ટ્રસ્ટીઓ અને નવા સલાહકારોના યોગદાનના કારણે આ ટ્રસ્ટની કાર્યપ્રણાલીને બહોળો દ્રષ્ટિકોણ મળશે. ટ્રસ્ટીઓનો જાહેર જીવનમાં વ્યાપક અનુભવ આ કેર ફંડને વધારે જવાબદાર બનાવશે.
2020-21માં 10000 કરોડ ફંડ ભેગુ થયું:
પીએમ કેર ફંડમાં જમા થયેલી રકમ 2020-21માં 10000 કરોડ પર પહોંચી હતી અને તેમાંથી 1392 કરોડ રુપિયાની કોરોના વેક્સીન ખરીદવામાં આવી હતી તેમજ લોક કલ્યાણ માટે બીજા 1000 કરોડની ફાળવણી કરાઈ હતી.
આ પણ વાંચો: ફ્રાન્સના રાષ્ટ્રપતિનું ભારતના વડાપ્રધાનને સમર્થન,કહ્યું- મોદી સાચા હતા