રામસેતુના અસ્તિત્વ પર સંસદમાં સરકારનો જવાબ, ‘પુલ હોવાનો દાવો કરવો મુશ્કેલ’
પૌરાણિક કથાઓ અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચે સમુદ્રમાં બનેલા રામસેતુને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં આ અંગે જવાબ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે રામ સેતુના અસ્તિત્વના સંપૂર્ણ પુરાવા હજુ સુધી મળ્યા નથી. હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું કે હું પૂછવા માંગુ છું કે શું સરકાર આપણા ગૌરવશાળી ઈતિહાસ પર કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરી રહી છે? કારણકે અગાઉની સરકારોએ આ મુદ્દા પર સતત ધ્યાન આપ્યું ન હતું.
આ જવાબ સરકારે આપ્યો
તેમના પ્રશ્નનો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સરકાર વતી જવાબ આપતા કહ્યું કે, મને ખુશી છે કે અમારા સાંસદે રામસેતુ અંગે પ્રશ્ન ઉઠાવ્યો. આ અંગે અમારી કેટલીક મર્યાદાઓ છે. કારણકે આ લગભગ 18 હજાર વર્ષ પહેલાનો ઈતિહાસ છે. અમે જે બ્રિજની વાત કરી રહ્યા છીએ તે લગભગ 56 કિલોમીટર લાંબો હતો. સ્પેસ ટેક્નોલોજી દ્વારા અમને જાણવા મળ્યું કે સમુદ્રમાં કેટલાક પથ્થરોના ટુકડા મળી આવ્યા છે, કેટલાક એવા આકાર છે જે સાતત્ય દર્શાવે છે. સમુદ્રમાં કેટલાક ટાપુઓ અને ચૂનાના પથ્થર જેવી વસ્તુઓ જોવા મળી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો રામસેતુનું વાસ્તવિક સ્વરૂપ ત્યાં હાજર છે તે કહેવું મુશ્કેલ છે. જો કે, ત્યાં કેટલાક સંકેતો છે જે સૂચવે છે કે માળખું ત્યાં હાજર હોઈ શકે છે. અમે પ્રાચીન દ્વારકા શહેર અને આવા કેસોની તપાસ માટે સતત કામ કરી રહ્યા છીએ.
કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા
તમને જણાવી દઈએ કે રામસેતુને લઈને ઘણી થિયરીઓ સામે આવી રહી છે, ભાજપ સતત કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે કે તે રામસેતુના અસ્તિત્વમાં વિશ્વાસ નથી કરતી. આ સાથે જ સંસદમાં સરકારના જવાબને કારણે મામલો વધુ ગરમાયો છે.
सभी भक्त जन कान खोल कर सुन लो और आँखें खोल कर देख लो।
मोदी सरकार संसद में कह रही है कि राम सेतु होने का कोई प्रमाण नहीं है। pic.twitter.com/MjNUKTdtIK— Pawan Khera ???????? (@Pawankhera) December 23, 2022
હવે કોંગ્રેસ આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ સરકારનો આ જવાબ ટ્વિટર પર પોસ્ટ કર્યો અને લખ્યું, “તમામ ભક્તો, ખુલ્લા કાનથી સાંભળો અને ખુલ્લી આંખે જુઓ. મોદી સરકાર સંસદમાં કહી રહી છે કે રામ સેતુના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી.” પવન ખેરા ઉપરાંત વિપક્ષના તમામ નેતાઓ હવે તેને સોશિયલ મીડિયા પર શેર કરીને કહી રહ્યા છે કે ભાજપનું અસલી સત્ય સામે આવ્યું છે.
શું છે રામસેતુનો વિવાદ
રામસેતુ સંબંધિત ઘણી પૌરાણિક કથાઓને ટાંકીને દાવા કરવામાં આવે છે. સૌથી મોટો દાવો એ છે કે ભગવાન રામે લંકા પર ચડાઈ કરવા માટે આ પુલ બનાવ્યો હતો. જેમાં વાંનરોની સેનાએ તેની મદદ કરી હતી. બીજી તરફ, મુસ્લિમ પક્ષ તરફથી દાવો કરવામાં આવે છે કે આદમે આ પુલ બનાવ્યો હતો. જો વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો નિષ્ણાતો કહે છે કે દરિયામાં તે જગ્યાએ છીછરા પાણીને કારણે પથરો દેખાવા લાગ્યા છે. આ અંગે વર્ષ 2007માં યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે કથિત રામસેતુ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા નથી. આ અંગે ભારે હોબાળો થયો હતો, જેનો ઉલ્લેખ હજુ પણ ભાજપના અનેક નેતાઓ કરે છે.