ગુજરાતટ્રેન્ડિંગ

ફેબ્રુઆરી 2025ના મહિનામાં કેન્દ્ર સરકારને GSTની આવક રૂ.1.84 લાખ કરોડની થઈ

Text To Speech
  • કોમ્પેન્સેશન સેસની આવક પણ રૂ. ૧૩,૮૬૮ કરોડની થઈ ગઈ
  • વ્યવસાય વેરાની રૂ. ૨૧ કરોડની આવક થઈ છે
  • સીજીએસટીની આવક ફેબ્રુઆરી ૨૦૨૫માં રૂ. ૩૫,૨૦૪ કરોડની થઈ

ફેબ્રુઆરી ૨૦૨૫ના મહિનામાં કેન્દ્ર સરકારને જીએસટીની આવક રૂ.૧.૮૪ લાખ કરોડની થઈ ગઈ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની માસિક આવકમાં ૯.૧ ટકાનો વધારો થયો છે. જીએસટીની વધેલા આવક દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ચીજવસ્તુઓનો વપરાશ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તરેથી ઊભા થઈ રહેલા પડકારો સામે ભારતનું અર્થતંત્ર ટકી રહેવામાં સફળ રહ્યું હોવાનો નિર્દેશ પણ આ સાથે જ મળી ગયો છે.

કોમ્પેન્સેશન સેસની આવક પણ રૂ. ૧૩,૮૬૮ કરોડની થઈ ગઈ

કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓમાં જણાવ્યા મુજબ સીજીએસટીની આવક ફેબ્રુઆરી ૨૦૨૫માં રૂ. ૩૫,૨૦૪ કરોડની થઈ છે. બીજીતરફ સ્ટેટ જીએસટીની આવક વધીને રૂ. ૪૩,૭૦૪ કરોડ, આઈજીએસટીની આવક રૂ. ૯૦,૬૭૦ કરોડને આંબી ગઈ છે સ્થાનિક બજારમાં થતી લેવડદેવડને પરિણામે આ વધારો થયો છે. કોમ્પેન્સેશન સેસની આવક પણ રૂ. ૧૩,૮૬૮ કરોડની થઈ ગઈ છે.

વ્યવસાય વેરાની રૂ. ૨૧ કરોડની આવક થઈ છે

ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૨૫ને અંતે પૂરા થયેલા ૧૧ માસમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક અંદાજે ૧૫ ટકા વધીને રૂ. ૬૭,૦૭૯ કરોડને આબી ગઈ છે. ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં રૂ. ૫૮,૪૪૭ કરોડની થયેલી આવક સામે ૨૦૨૫ના ફેબ્રુઆરી માસમાં રૂ. ૬૭,૦૭૯ કરોડની આવક થઈ છે. જોકે ગુજરાત સરકારની જીએસટીની એકલા ફેબ્રુઆરી ૨૦૨૫માં જીએસટીની આવક રૂ. ૬૩૮૮ કરોડની થઈ છે. આ જ માસમાં વ્યવસાય વેરાની રૂ. ૨૧ કરોડની આવક થઈ છે.

આ પણ વાંચો: મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 350 કિલોમીટર લાઈનનું કામ પૂર્ણ થવા આવ્યુ

Back to top button