કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જેમાં 18થી ઉપરનાને સ્થળ-દસ્તાવેજ ચકાસણી બાદ જ નવું આધારકાર્ડ આપવામાં આવશે. દેશભરમાં બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 18થી ઉપરના તમામ દ્વારા નવુ આધારકાર્ડ મેળવવા માટે કરવામાં આવતી અરજી બાદ અરજદારે બતાવેલા સરનામા ઉપર જઈ સ્થળ તપાસ કરવાની સાથે અરજી સાથે આપવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ નવુ આધારકાર્ડ આપવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને સારો પ્રતિસાદ ના મળતા લેવાશે આ નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા નવા આધારકાર્ડ માટે પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યુ
જિલ્લા કે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે નવા આધારકાર્ડ બનાવવા આવેલી અરજીઓની ચકાસણી કરાયા બાદ આવેલી અરજીઓ પૈકી કેટલી સાચી અને કેટલી ખોટી એ અંગેનો રીપોર્ટ જે તે સક્ષમ સત્તાધીશને ત્રીસ દિવસમાં કરવાનો રહેશે.નવા આધારકાર્ડ માટે નવો નિયમ ટૂંક સમયમાં અમલી બનશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા નવા આધારકાર્ડ માટે પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યુ છે. આ પોર્ટલ ઉપર 18 વર્ષથી વધુ વયના નવુ આધારકાર્ડ મેળવવા માંગતા તમામ અરજદારો તરફથી કરવામાં આવેલી અરજીની ભૌતિક ચકાસણી જિલ્લા,તાલુકા કે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે ભૌતિક ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર
નોડલ અધિકારીઓની નિયુકિત કરી તેમના યુઝર આઈ-ડી રાજય કક્ષાએથી ક્રીએટ કરવામાં આવશે
નોડલ અધિકારીઓની નિયુકિત કરી તેમના યુઝર આઈ-ડી રાજય કક્ષાએથી ક્રીએટ કરવામાં આવશે. જિલ્લા-તાલુકા કક્ષાના યુઝર આઈ-ડી જિલ્લા કે તાલુકાકક્ષાએથી એકિટવ કરવામા આવશે. રાજય સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવેલા પોર્ટલ ઉપર 18થી વધુની વયના જે અરજદારોએ નવુ આધારકાર્ડ મેળવવા માટે અરજી કરી હશે તે નોંધણી બાદ એનરોલમેન્ટ પેકેજ જનરેટ થશે. ત્યારબાદ રહેવાસીના સરનામાં, ઓળખ વગેરે દસ્તાવેજોની ભૌતિક ચકાસણી જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા કે વોર્ડકક્ષાએથી કરવામાં આવશે. જે તે સ્થાનિક પ્રશાસન રાજય સરકારના આ પોર્ટલ ઉપર સરળતાથી કામગીરી કરી શકે એ માટે પિનકોડ આધારીત સિસ્ટમ પોર્ટલમાં ક્રીએટ કરવામા આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મામલે ચોંકાવનારો ખુલાસો થયો
રોજ અંદાજે 150થી 200 જેટલી અરજીઓ કરવામાં આવતી
અમદાવાદ જિલ્લામાં નવા જન્મેલા બાળક ઉપરાંત 18થી વધુની વયનાઓ દ્વારા નવુ આધારકાર્ડ મેળવવા માટે રોજ અંદાજે 150થી 200 જેટલી અરજીઓ કરવામાં આવતી હોય છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી કવાયત બાદ હવે ટૂંક સમયમાં નવુ આધારકાર્ડ મેળવવા માટે જે નવો નિયમ અમલમાં મુકાશે એ નિયમ મુજબ, જિલ્લા, મહાનગરપાલિકા કે તાલુકા કક્ષાએ આધારકાર્ડની કામગીરી સાથે સંકળાયેલા તમામ નોડલ ઓફિસરોએ એમના તાબા હેઠળના વિસ્તારમાં નવુ આધારકાર્ડ મેળવવા આવેલી અરજીઓની ભૌતિક ચકાસણી કરી ત્રીસ દિવસની અંદર સરકારના પોર્ટલ ઉપર વિગત આપવી પડશે કે એમના કાર્યક્ષેત્ર હેઠળ કેટલી અરજી નવુ આધારકાર્ડ મેળવવા આવી છે. આ પૈકી કેટલી અરજી સાચી છે અને કેટલી અરજી ખોટી છે.