ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકાર 8000 કર્મચારીઓને પ્રમોશન આપવા તૈયાર, અનામતનો લાભ પણ મળશે

Text To Speech

નેશનલ ડેસ્કઃ કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના સભ્યોને પ્રમોશનમાં અનામત આપવા સહિત 8,089 અધિકારીઓને બઢતી આપવા તૈયાર છે. આ મામલે શુક્રવારે અધિકારીએ જાણકારી આપી હતી. પ્રમોશનમાંથી કુલ 1,734 પોસ્ટ પ્રમોશનમાં અનામત હેઠળ આવરી લેવામાં આવી નથી, જ્યારે 5,032 બિન અનામત છે. સરકારે એસસી કેટેગરીમાં 727 અને એસટી કેટેગરીમાં 207 પ્રમોશન કરવાનો નિર્ણય લીધો છે. 389 પોસ્ટ માટે વિગતો મળી શકી નથી.

અન્ડર સેક્રેટરીના પદ સુધી અનામત લાગશે
આમાંના ઘણા નિયમિત પ્રમોશન છ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હતા. આ અંગે સત્તાધીશો દ્વારા સતત માગ કરવામાં આવી હતી. સરકારમાં અન્ડર સેક્રેટરીના પદ સુધી પ્રમોશનમાં અનામત લાગુ પડે છે. કર્મચારી અને તાલીમ વિભાગે ગુરુવારે અનેક આદેશો જારી કર્યા હતા. એક અધિકારીએ નામ ન આપવાની શરતે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘કેટલાક ઓર્ડર પહેલેથી જ જારી કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય પ્રક્રિયામાં છે.’

કેન્દ્રીય સચિવાલય સેવા (CSS)માં લગભગ 4,734 અધિકારીઓ નિયમિત પ્રમોશન મેળવવા જઈ રહ્યા છે. જેમાં 1,757થી વધુ અધિકારીઓનો સમાવેશ થાય છે. 1,472થી વધુ વિભાગ અધિકારીઓને અન્ડર સેક્રેટરીના પદ પર બઢતી આપવામાં આવી રહી છે, જે 2015થી પેન્ડિંગ છે. ડેપ્યુટી સેક્રેટરીના રેન્ક પર 327 અને ડાયરેક્ટર સ્તરે 1,097 અધિકારીઓને પ્રમોશન મળશે.

કેન્દ્રીય સચિવાલય સ્ટેનોગ્રાફર સેવામાં 2,966 અધિકારીઓને બઢતી આપવામાં આવશે. ત્યારે કેન્દ્રીય સચિવાલય કારકુની સેવાના 389 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે.

અન્ડર સેક્રેટરીના પદે રહેલા વ્યક્તિએ ના. સચિવ બનવું જરૂરી છે
આ મામલે DoPT એ જણાવ્યું હતું કે, ‘જોડાણમાં ઉલ્લેખિત તમામ અધિકારીઓ કે જેઓ આ ઓર્ડરની તારીખે સેવામાં છે તેઓને સંબંધિત મંત્રાલયો/વિભાગોમાં મૂકવામાં આવે છે જ્યાં તેઓ હાલમાં આગળના આદેશો સુધી ગ્રેડમાં નિયમિત પ્રમોશન પર પોસ્ટ કરવામાં આવે છે. કોઈપણ વર્ષ માટે પસંદગીની યાદીમાં સમાવિષ્ટ અધિકારીઓ અને હજુ પણ અન્ડર સેક્રેટરીનું પદ ધરાવતા હોય તેઓએ નાયબ સચિવના પદ પર જોડાવું જરૂરી છે. તેમની નિયમિત નિમણૂક તે તારીખથી જ અસરકારક રહેશે’ આમ, આદેશમાં જણાવાયું છે.

હાલમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓના કિસ્સામાં તેઓને તેમની ઇચ્છા સબમિટ કરીને અને ઓર્ડર જારી થયાની તારીખથી 30 દિવસની અંદર CSI ડિવિઝનને રિપોર્ટ કરીને સાત દિવસની અંદર પ્રમોશન મેળવવા માટે કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સચિવાલય અને CSS ફોરમના અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી પ્રમોશનમાં વિલંબનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી જિતેન્દ્ર સિંહને મળ્યું હતું. તેમની સાથે પ્રમોશન તેમજ અન્ય સેવાની બાબતો અંગે ચર્ચા કરી હતી.

આ વર્ષે એપ્રિલમાં સરકારે તમામ મંત્રાલયોને તમામ સ્તરે એસસી અને એસટી કર્મચારીઓની રજૂઆત પર ડેટા એકત્રિત કરવાનું શરૂ કરવા કહ્યું હતું. એક સત્તાવાર આદેશ અનુસાર, આ જૂથો માટે પ્રમોશનમાં અનામતનો અમલ એ એક મહત્વપૂર્ણ પહેલું પગલું છે.

આ પણ વાંચોઃ

અગ્નિપથ સ્કીમને લઈને જોવા મળતા વિરોધ બાદ કેન્દ્ર સરકાર બેકફુટ પર, યોજનામાં કર્યાં કેટલાંક ફેરફાર

1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ, હિમાચલમાં પણ લાગુ થશે કેન્દ્ર સરકારનો નિર્ણય

Back to top button